ગુજરાત

gujarat

ETV Bharat / city

National Forensic Science University દ્વારા સ્કૂલ ઓફ લૉ નો કરાયો પ્રારંભ - Kiran Rijiju

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા સ્કૂલ ઓફ લોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ફોરેન્સિક જસ્ટિસ એન્ડ પોલીસી સ્ટડીઝ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. આ વર્ષથી જ BSC : LLB અને LLB નો કોર્સ શરૂ કરાયો છે. આ વર્ષથી જ આ બન્ને કોર્સ ભણાવવામાં આવશે. જેનું ઉદઘાટન યુનિયન મિનિસ્ટર કિરણ રિજિજુના હસ્તે કરાયુ હતું.

સ્કૂલ ઓફ લોનો કરાયો પ્રારંભ
સ્કૂલ ઓફ લોનો કરાયો પ્રારંભ

By

Published : Sep 26, 2021, 3:43 PM IST

  • ફોરેન્સિક જસ્ટિસ એન્ડ પોલીસી સ્ટડીઝના કોર્સ શરૂ કરાયા
  • યુનિયન મિનિસ્ટર કિરણ રિજિજુના હસ્તે ઉદઘાટન કરાયુ
  • BSC : LLB અને LLB (honrs)નો કોર્સ શરૂ કરાયો

ગાંધીનગર : નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા સ્કૂલ ઓફ લો, ફોરેન્સિક જસ્ટિસ એન્ડ પોલીસી સ્ટડીઝ ઇનોગ્યુરલ સેરેમની યોજવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના, યુનિયન મિનિસ્ટર કિરણ રિજિજુ હાજર રહ્યા હતા. આ ઉપરાંત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એમ.આર. શાહ, હાઇકોર્ટ ઓફ ગુજરાતના ચીફ જસ્ટિસ આર.એમ. છાયા, રાજેન્દ્ર ત્રિવેદી, હર્ષ સંઘવી સહિતના પ્રધાનો, બાર કાઉન્સિલના ચેરમેન મનન કુમાર મિશ્રા પણ હાજર રહ્યા હતા.

સ્કૂલ ઓફ લોનો કરાયો પ્રારંભ

નવેમ્બર મહિનાથી સ્કૂલ ઓફ લોના કોર્સીસ શરૂ કરાશે

નવેમ્બર મહિનાથી સ્કૂલ ઓફ લો, ફોરેન્સિક જસ્ટિસ એન્ડ પોલિસી સ્ટડીઝની બેચ શરૂ કરવામાં આવશે. જેમાં BSC : LLB (honr) કોર્ષ કે જે પાંચ વર્ષનો ઇન્ટીગ્રેટેડ પ્રોગ્રામ હશે. જે ધોરણ 12 પાસ પછી કરી શકાશે, જેમાં સાયન્સ કરેલું જરૂરી છે, કેમિસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ સાથે 60 ટકા હોવા જરૂરી છે. ઉપરાંત એસ.સી., એસ.ટી. કેટેગરીમાં 55 ટકા હોવા જરૂરી છે. ટોટલ 40 વિદ્યાર્થીઓની સીટ રહેશે. જ્યારે LLB (honr) માટે પણ 40 સીટ હશે, બેચલર ડિગ્રી બાદ 45 ટકાની એલિજીબિલિટી સાથે આ કોર્સમાં એડમિશન મેળવી શકાશે. આ બન્ને કોર્સ માટે ઓનલાઇન એપ્લાય કરી શકાશે. LLB કોર્સ ત્રણ વર્ષનો રહેશે.

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા સ્કૂલ ઓફ લોનો પ્રારંભ

આગામી સમયમાં ગોવા, ત્રિપુરામાં પણ કેમ્પસ શરૂ કરીશું

NFSUના વીસી જે.એમ. વ્યાસે કહ્યું કે, અહીં 70 કન્ટ્રીથી આવતા પોલીસ ઓફિસર, જજીસ, સ્ટુડન્ટ્સ વગેરેને ટ્રેનિંગ આપવામાં આવે છે. આ કન્સેપ્ટ અમને વડાપ્રધાન તરફથી મળ્યો છે. અમે 5 પ્રોગ્રામથી શરૂઆત કરી હતી, અત્યારે 70 જેટલા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. 150 ફોરેન સ્ટુડન્ટ જુદી-જુદી કન્ટ્રીમાંથી આવે છે. આગામી સમયમાં લખનઉ, ગોવા, ત્રિપુરામાં પણ કેમ્પસ શરૂ કરીશું.

ડેવલપ કન્ટ્રીમાં લીગલ એજ્યુકેશન જરૂરી છે

સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એમ.આર. શાહે કહ્યું કે, NFSUની ક્રેડિટ તેના મેનેજમેન્ટ અને તેના વીસીને જાય છે. 2009માં તેની શરૂઆત થઈ હતી. LLB કોર્સ જે શરૂ થયો છે જે જરૂરી છે. ડેવલપ કન્ટ્રીમાં લીગલ એજ્યુકેશન જરૂરી છે. લીગલ એજ્યુકેશન તમને એક રિસ્પોન્સિબલ પર્સન બનાવે છે. આજના વિદ્યાર્થીઓ કાલના પ્રોફેસર અને જજ હશે.

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા સ્કૂલ ઓફ લોનો પ્રારંભ

આ યુનિવર્સિટીમાં કેપેસિટી વધારી શકાશે

યુનિયન મિનિસ્ટર કિરણ રિજીજુએ કહ્યું કે, NFSUનો નિર્ણય ગુજરાત માટે જ નહિ ભારત દેશ માટે મહત્વનો નિર્ણય છે. વિશ્વમાં ભારતનું નામ કરવા માંગીએ છીએ. 10 સેમિસ્ટરમાં 5 વર્ષનો કોર્સ BSC , લો નો ડિઝાઇન કરવામાં આવ્યો છે. NFSU વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી છે, આ યુનિવર્સિટી બિગર પ્લાનથી ચાલે છે. ન્યાયિક પ્રક્રિયામાં આ પ્રકારની યુનિવર્સિટીઓ બનવાથી અને તૈયાર થવાથી ફાયદો થશે, કેમ કે, ઘણીવાર કેટલાક ચૂકદાઓમાં ટેકનોલોજીના અભાવે વિલંબ થતો હતો. ટેકનોલોજીકલ યુનિવર્સિટીઓના કારણે આ પ્રક્રિયા વેગવંતી બનશે. આ યુનિવર્સિટીમાં કેપેસિટી વધારી શકાય છે, અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની યુનિવર્સિટીઓ કે કેમ્પસ બનવા જરૂરી છે. ગુજરાત પાસેથી ઘણું શીખવા મળે છે, ક્રિમીનલ જસ્ટિસને લગતી ઘણી બાબતો મને અહીથી શીખવા મળી છે.

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા સ્કૂલ ઓફ લોનો પ્રારંભ

આ યુનિવર્સિટી ગોવા, લખનઉ બનશે પરંતુ હેડ ક્વાર્ટર ગુજરાતમાં રહેશે

કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, વડાપ્રધાન મોદીએ જે નાનું વૃક્ષ વાવેલું એ વિશ્વકક્ષાએ જાણીતું થયું છે. NFSU ફિંગર પ્રિન્ટ અને સાયબર લો સહિતના આઠ પ્રકારના કોર્સ સાથે 10 સ્થળોએ નવા ખોલવા જઇ રહી છે. વિશ્વ કક્ષાની પ્રથમ અને એક માત્ર યુનિવર્સિટીની વિશ્વના 65 જેટલા દેશો લાભ લઇ રહ્યા છે. પોલીસ અધિકારીઓ અને જજોએ એક્સપર્ટ બનીને આ યુનિવર્સિટીમાં લાભ લીધો છે. આ યુનિવર્સિટી ગોવા, લખનઉમાં બનશે, પરંતુ હેડ ક્વાર્ટર ગુજરાતમાં રહેશે.

આ પણ વાંચો-National Forensic Science Universityએ બનાવી ફોરેન્સિક વાન, ગુનાના સ્થળ પર જ થઈ શકશે ફોરેન્સિક તપાસ

આ પણ વાંચો-અનાજના ટેસ્ટિંગ માટે પ્રથમ સંપૂર્ણ સ્વદેશી કીટ વિકસાવાઈ, ટૂંક સમયમાં તમામ APMC ખાતે થશે ઉપલબ્ધ

ABOUT THE AUTHOR

...view details