ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત સહિત 12 રાજ્યમાં "મિશન ઇન્દ્રધનુષ" યોજનાનો પ્રારંભ, મળશે સગર્ભા બહેનો અને બાળકોને લાભ - શું થશે સગર્ભા બહેનો અને બાળકોને લાભ

દેશના 12 રાજ્યોમાં સગર્ભા બહેનો અને બાળકો માટે મિશન ઇન્દ્રધનુષ 4.0 યોજનાનો (Launch Of Mission Indradhanush Yojna) પ્રારંભ કરાવ્યો છે. મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત અપાતી વિવિધ પ્રકારની રસીની બુંદ બુંદ લાભાર્થીઓને જીવનઉપયોગી બનીને આરોગમ્ય બનાવશે.

ગુજરાત સહિત 12 રાજ્યમાં "મિશન ઇન્દ્રધનુષ" યોજનાનો પ્રારંભ, શું થશે સગર્ભા બહેનો અને બાળકોને લાભ
ગુજરાત સહિત 12 રાજ્યમાં "મિશન ઇન્દ્રધનુષ" યોજનાનો પ્રારંભ, શું થશે સગર્ભા બહેનો અને બાળકોને લાભ

By

Published : Feb 8, 2022, 6:58 AM IST

Updated : Feb 8, 2022, 7:49 AM IST

ગાંધીનગર: કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ દેશના 12 રાજ્યોમાં સગર્ભા બહેનો અને બાળકો માટે મિશન ઇન્દ્રધનુષ 4.0 યોજનાનો (Launch Of Mission Indradhanush Yojna) પ્રારંભ કરાવ્યો છે. જેમાં રાજ્યોના આંતરિયાળ વિસ્તારો સુધી ઇન્દ્રધનુષ ઝુંબેશ પહોંચે તે દિશામાં લોકભાગીદારીથી કામગીરી હાથ ધરવા તમામ રાજ્યોના આરોગ્યપ્રધાનોને મનસુખભાઇ માંડવિયાએ અનુરોધ કર્યો છે.

મિશન ઇન્દ્રધનુષ 4.0 યોજના

મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત અપાતી વિવિધ પ્રકારની રસીની બુંદ બુંદ લાભાર્થીઓને જીવનઉપયોગી બનીને આરોગમ્ય બનાવશે. કોરોના મહામારી વચ્ચે 170 કરોડ કોરોના રસીકરણ સાથે ભારત દેશે સમગ્ર વિશ્વમાં સહિયારા પ્રયાસોનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે. આજે વિશ્વના અન્ય દેશો ભારતના કોરોના રસીકરણ મહાઅભિયાનની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે.

આ પણ વાંચો:અમદાવાદમાં પોલીસ પરિવાર કલ્યાણ યોજનાનો પ્રારંભ, ગૃહ પ્રધાને કામગીરી બિરદાવી

આજે દેશભરમાં રસીનું પ્રમાણ 76 ટકા સુધી પહોંચ્યું

કેન્દ્રીય આરોગ્યપ્રધાન માંડવિયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2014 અગાઉ વિવિધ પ્રકારની રસીનું પ્રમાણ 43 ટકા હતું જે આજે દેશભરમાં 76 ટકા સુધી પહોંચ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આરંભેલા મિશન ઇન્દ્રધનુષમાં દેશના 90 ટકાથી વધુ લોકો સુધી રસીનો લાભ પહોંચાડવાનો દ્રઢ નિર્ધાર કરવામાં આવ્યો છે. જેને પરિપૂર્ણ કરવા કેન્દ્રીય આરોગ્ય વિભાગ દેશના અન્ય રાજ્યોના સહિયારા પ્રયાસો સાથે કટિબધ્ધ છે.

ગુજરાતમાં ઇન્દ્રધનુષ 4.0 યોજનનો પ્રારંભ

ગુજરાતમાં આરંભ થયેલ મિશન ઇન્દ્રધનુષ 4.0. ત્રણ તબક્કામાં 7 ફેબ્રુઆરી, 7 મી માર્ચ અને 4 એપ્રિલના રોજ કાર્યરત કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાઓમાં સગર્ભા બહેનો અને બાળકોને આવરી લઇ આરોગ્ય સંલગ્ન વિવિધ રસીઓ આપવામાં આવશે. આ અભિયાન અંતર્ગત ધનુર, ઝેરી કમળો, પોલિયો, ક્ષય, ડીપ્થેરીયા, ઉટાટીયુ, હીબ બેક્ટેરિયાથી થતા ન્યુમોનિયા તેમજ મગજનો તાવ જેવા રોગો અને ઓરી, રૂબેલા જેવા ધાતક રોગો સામે પ્રતિરોધક રસી આપવામાં આવશે. બે વર્ષથી નાની ઉંમરના બાળકો અને રાજ્યની સગર્ભા બહેનોને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવાનો છે. બે વર્ષથી વધુ ઉંમરના બાળકોને પણ કોઈ પણ રસીકરણ સેશન પર રસીકરણ સેવાઓ પૂરી પાડવાનો આ રસીકરણ અભિયાનનો ઉદ્દેશ છે.

મિશન ઇન્દ્રધનુષના 2015થી 2021 દરમિયાન સફળ

રાજયમાં અગાઉ મિશન ઇન્દ્રધનુષના 2015થી 2021 દરમિયાન સફળ અમલીકરણ કરવામાં આવેલ છે. આ દરમિયાન કુલ 9,61,380 બાળકો અને 2,05,925 સગર્ભા સ્ત્રીઓને 1,94,193 વધારાના રસીકરણ/મમતા સેશનનું આયોજન કરી રસીકરણ સેવાઓ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો:PMJAY યોજના હેઠળ 4,300 કરોડ ચૂકવાયા, 26 લાખ દાવાઓ મંજુર કરાયા

મિશન ઇન્દ્રધનુષ-4.0 લોન્ચીંગ કાર્યક્રમમાં મહાનુભવો ઉપસ્થિત રહ્યા

રાજ્યમાં મિશન ઇન્દ્રધનુષ-4.0 લોન્ચીંગ કાર્યક્રમ અંતર્ગત આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ, રાજ્ય કક્ષાના આરોગ્યપ્રધાન નિમિષાબેન સુથાર, આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે, NHMના ડાયરેક્ટર રેમ્યા મોહન, અધિક નિયામક ડો. નયન જાની વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા.

Last Updated : Feb 8, 2022, 7:49 AM IST

ABOUT THE AUTHOR

...view details