- આદિવાસી ખેડૂતો પાકની સાથે વિકાસના બીજ પણ વાવે તેવી સરકારની નેમ
- ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના 14 આદિજાતિ જિલ્લાના 1.25 લાખથી વધુ વનબંધુ કિસાનોને મળશે સહાય
- કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત ગુજરાતના આદિવાસી ખેડૂતોને 31 કરોડની ખાતર-બિયારણ સહાય મળશે
ગાંધીનગર: સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, આ યોજનાનો લાભ ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના 14 આદિજાતિ જિલ્લાના 1.26 લાખથી વધુ વનબંધુ કિસાનોને મળશે. કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત આદિવાસી ખેડૂતોને 31 કરોડની ખાતર-બિયારણ સહાય મળશે. જેમાં ખાતરમાં 45 કિલો ગ્રામ યુરીયા, 50 કિલોગ્રામ NPK અને 50 કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટની કીટ આપવામાં આવશે.
વનબંધુ ખેડૂતો સાથે મુખ્યપ્રધાને કરી વાતચીત આ પણ વાંચો: મહિસાગરમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત આદીજાતિ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સહાય
છેલ્લા 10 વર્ષમાં 10 લાખ ખેડૂતોને મળ્યો લાભ
CM રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં આ યોજના અન્વયે 10 લાખ આદિજાતિ ખેડૂતોને રૂપિયા 250 કરોડની સહાય આપવામાં આવી છે. આ યોજનામાં મકાઈ, કારેલા, દુધી, ટામેટા, રીંગણ, બાજરી, જેવા પાકના બિયારણ પણ આપવામાં આવે છે, જેથી આદિવાસી ખેડૂતો વધારે આવક મેળવતા થયા છે.
વૈવિધ્યકરણ યોજના-2021નો શુભારંભ ખેતી માટે પાણીની વ્યવસ્થા
રાજ્ય સરકારે તાજેતરમાં કપરડા ધરમપુર માટે રૂપિયા 797 કરોડની ઉદ્વહન સિંચાઇ યોજના તથા અરવલ્લી જિલ્લામાં વાત્રક જળાશય આધારિત મેઘરજ માલપુર તાલુકાને હરિયાળા બનાવવા માટે રૂપિયા 117 કરોડની ઉદ્વહન સિંચાઇ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેથી સરળતાથી વનબંધુ ખેડૂતો ખેતી માટે પાણીનો વપરાશ કરી શકે. જ્યારે રાજ્ય સરકારે છેલ્લા 4 વર્ષમાં આદિજાતિ વિસ્તારોમાં કુલ રૂપિયા 6,600 કરોડની વિવિધ સિંચાઈ યોજનાને મંજૂરી આપી છે, જેના નિર્માણ કાર્યો ચાલી રહ્યા છે. આના થકી આદિજાતિ વિસ્તારની 5.45 લાખ એકર જમીનને સિંચાઈ સુવિધા મળશે.
આદિવાસી સમાજ માટે પૈસા એકટનો અમલ
વનબંધુઓના સર્વાંગી વિકાસ CM રૂપાણીએ જણાવ્યું હતું કે, સરકારે પૈસા એક્ટનો અમલ કરી આદિવાસીઓને જમીન માલિક બનાવ્યા છે. જેમાં એકલવ્ય મોડેલ સ્કુલ થકી લાખો આદિજાતિના બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. રાજ્ય સરકારે ગત બજેટમાં વનબંધુ કલ્યાણ યોજના ભાગ-2 શરૂ કરી આગામી ચાર વર્ષ માટે 1 લાખ કરોડ રૂપિયા આદિવાસી ભાઈઓ-બહેનો માટે ખર્ચવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: પાટણ જિલ્લામાં "સાત પગલા ખેડૂત યોજના"નો શુભારંભ કરાયો
બિરસા મુંડા યુનિવર્સિટીની સ્થાપના
રાજ્ય સરકાર દ્વારા આદિવાસી યુવાનોને ગુણવત્તાયુક્ત રોજગારલક્ષી તાલીમ આપવામાં આવી રહી છે. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આ માટે જ બિરસા મુંડા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. આઝાદીની ચળવળમાં ભાગ લેનારા આદિવાસી સ્વાતંત્ર્યવીરો અને આદિવાસી સંસ્કૃતિથી લોકો પરિચિત થાય તે માટે વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમ બનાવવાનું કાર્ય પણ ચાલી રહ્યું છે.