ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં જમીન ખરીદી માટે તથા ગણોત કાયદાઓમાં સુધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકારે કરેલા સુધારા મુજબ હવે રાજ્યમાં કૃષિ યુનિવર્સિટી પશુપાલન યુનિવર્સિટી મેડિકલ કોલેજ ઇજનેરી કોલેજ કે અન્ય શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેકટરની પૂર્વ મંજૂરીની જરૂર નહીં પડે.
- રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા લેવામાં આવેલ મહત્વના નિર્ણયોની વિગતો...
1. સમગ્ર રાજ્યમાં કૃષિ યુનિવર્સિટી પશુપાલન યુનિવર્સિટી મેડિકલ કોલેજ ઇજનેરી કોલેજ કે અન્ય શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેકટરની પૂર્વ પરવાનગી અથવા તો મંજૂરી નહીં.
2. આવી જમીનની ખરીદી કર્યા બાદ એક મહિનામાં જિલ્લા કલેકટરને જાણ કરી bonafied industrial purpose ની જેમ જ જરૂરી પ્રમાણપત્ર મેળવી નિયત સમયમાં પ્રોજેક્ટ કામગીરી શરૂ કરી શકાશે.
3. ભૂતકાળમાં આવી જમીન ખરીદી માટે બિનખેડૂત સંસ્થાઓ કે વ્યક્તિઓ એ જિલ્લા કલેકટર પાસે મંજૂરી મેળવવાનું આવશ્યક હોવાના પરિણામે લાંબા સમય સુધી ટાઇટલ ક્લીયરન્સ ઇન્સ્પેક્શન વગેરેમાં સમય અને પ્રોજેક્ટ શરૂ કરવામાં વિલંબની સમસ્યાનો હવે અંત આવશે.