- 3 ઓક્ટોબરના ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં મતદાન
- પહેલીવાર 3 રાજકીય પક્ષો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડશે
- આમ આદમી પાર્ટી પહેલીવાર ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનના ચૂંટણી મેદાનમાં
ગાંધીનગર: ગાંધીનગર કોર્પોરેશનની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gandhinagar Municipal Corporation Election)ને હવે ગણતરીના કલાકો જ બાકી છે. 3 ઓક્ટોબરના રોજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન (Gandhinagar Municipal Corporation Election Voting) થવાનું છે. ગાંધીનગર કોર્પોરેશનમાં પહેલા ફક્ત ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ચૂંટણીનો જંગ જામતો હતો, પરંતુ વર્ષ 2021માં કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન હવે 3 પક્ષ એટલે કે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જંગ જામશે અને કોર્પોરેશનની ચૂંટણીમાં ઈતિહાસમાં પ્રથમ વખત ત્રિકોણીયો જંગ જામશે.
ગાંધીનગર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો વિસ્તાર
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સમગ્ર વિસ્તારનો સમાવેશ ગાંધીનગર લોકસભામાં થાય છે, ત્યારે 3 ઓકટોબરના રોજ યોજાનારી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આડકતરી રીતે અમિત શાહ ફેક્ટર પર પણ નજર રહેશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે પણ પરિણામ આવે તેની સીધી અસર વર્ષ 2024માં આવનારી લોકસભાની ચૂંટણીમાં પણ દેખાય તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.
'આપ' પ્રથમ વખત ગાંધીનગર મ્યુસિપલ કોર્પોરેશનના ચૂંટણી મેદાનમાં
આમ આદમી પાર્ટીને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રીજા રાજકીય પક્ષ તરીકે ગણવામાં આવી રહી છે, જ્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા પર આવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. સાથે જ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ સભ્ય અને દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ પણ ગાંધીનગરના પેથાપુરથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિસ્તારોમાં રોડ શોનું આયોજન કરીને ભારે જંગી ભીડ પણ ભેગી કરી હતી. આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 બેઠકની આસપાસ જીત મેળવશે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.
ભાજપને ક્યારેય ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બહુમતી નથી મળી
છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકારનું શાસન ચાલી રહ્યું છે, ત્યારે વર્ષ 2007, 2012, 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે બહુમતીના જોરે સરકારમાં સ્થાન મેળવ્યું હતું. વર્ષ 2010માં મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકેની સત્તા ગાંધીનગરને પ્રાપ્ત થઈ હતી, ત્યારથી જ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને ક્યારેય બહુમતી પ્રાપ્ત થઈ નથી. વર્ષ 2016માં યોજાયેલી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ જોડો-તોડો નીતિથી જ ભાજપ કોર્પોરેશનમાં સત્તા પ્રાપ્ત કરી શક્યું હતું.
2011 અને વર્ષ 2015માં યોજાઈ હતી ચૂંટણી