- નિરાધાર બનેલા બાળકો સાથે મુખ્યપ્રધાને કરી વાત
- ગાંધીનગરમાં યોજાયો 'મોકળા મને સંવાદ' કાર્યક્રમ
- નિરાધાર બાળકો સી.એમ. હાઉસ ખાતે ભેગા થયા
ગાંધીનગર : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા અનાથ અને નિરાધાર બાળકો સાથે ગાંધીનગરમાં યોજાયેલા 'મોકળા મને સંવાદ' કાર્યક્રમમાં સંવેદનશીલ જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના 33 જિલ્લાઓમાંથી આવા 35 જેટલા નિરાધાર-અનાથ બાળકોને મુખ્યપ્રધાન નિવાસસ્થાને વિજયભાઇ રૂપાણી સાથે સીધા સંવાદની આ મોકળા મને કાર્યક્રમ અંતર્ગત તક મળી હતી.
મુખ્યપ્રધાન વિદ. રૂપાણીના નિવાસસ્થાને યોજાયેલો 'મોકળા મને સંવાદ' કાર્યક્રમ સરકારે ત્રણ વર્ષની વાય મર્યાદા વધારી
મુખ્યપ્રધાને આ જાહેરાત કરતા કહ્યું કે, 'મુખ્યમંત્રી બાળ સેવા યોજના' હેઠળ હવે બાળકોને 21 વર્ષની વય સુધી માસિક રૂપિયા 4,000ની સહાય આપવામાં આવશે. આ યોજનામાં વય મર્યાદા અગાઉ 18 વર્ષની હતી. જે વધારીને હવે 21 વર્ષની કરવામાં આવી છે. એટલે કે, કોરોનામાં માતા પિતાનું અવસાન થતા નિરાધાર થયેલા બાળકની વય 21 વર્ષ થતા સુધી રાજ્ય સરકાર દર મહિને 4000ની સહાય આપશે. આ સિવાય ઉચ્ચ શિક્ષણ માટેની તેમજ વિદેશ અભ્યાસ માટેની લોન અને મા અમૃતમ યોજનાનો લાભ પણ આવક મર્યાદાના બાધ વિના અગ્રતાક્રમે આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
દીકરી લગ્ન કરવા લાયક થાય ત્યારે તેને 1 લાખ રૂપિયા મળે તેવું આયોજન
'મોકળા મને સંવાદ' કાર્યકમમાં મુખ્યપ્રધાને સમાજ સુધારણા અધિકારીઓને સૂચના આપતા કહ્યું હતું કે, દીકરીઓના લગ્ન માટે 10 હજાર રૂપિયા તેમના ખાતામાં જમા કરાવાશે.જ્યાં દીકરી લગ્ન કરવા લાયક થાય ત્યારે તેને 1 લાખ રૂપિયા મળે તેવું આયોજન કરવામાં આવશે. દીકરીઓને આગળ અભ્યાસ કરવા માટે પણ 1 લાખ ખર્ચ કરવા હોય તો કરી શકે છે. દરેક બાળકોનો આધાર સરકાર છે. કોઈ બાળકને અનાથ આશ્રમમાં મૂકવા જવું નથી પડ્યું.