માધવસિંહ અને ઝીણાભાઈની 'ખામ' (ક્ષત્રિય, હરિજન આદિવાસી અને મુસ્લિમ) થિયરીથી દુઃખી રતુભાઈ અદાણી, મહિપત મહેતા, વાડીલાલ કામદારે રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરી, પરંતુ રાષ્ટ્રીય કૉંગ્રેસનું બાળમરણ થયું. 1980માં માધવસિંહ સોલંકી મુખ્યપ્રધાન બન્યા, ત્યારે ગુજરાતમાં બીજીવાર સોલંકી યુગનો પ્રારંભ થયો. એવું કહેવાય છે કે, ગુજરાતના સ્વચ્છ વાતાવરણને કોમી દિશા આપવાની શરૂઆત માધવસિંહે કરી હતી. માધવસિંહે રચેલા 22 સભ્યોના પ્રધાનમંડળમાં ગુજરાતના એક પણ પાટીદાર નેતાનો સમાવેશ ન કર્યો, જેથી માધવસિંહે ધડાકો કરી ગુજરાતમાં રાજકીય ભૂકંપ સર્જ્યો, ત્યારબાદ સમગ્ર સમાજને સાથે લઈને ચાલવાને બદલે કોંગ્રેસે જ્ઞાતિવાદની દિશા પકડી. જેથી ગુજરાતનું રાજકારણ જાતિવાદીય હિંસામાં પરિણમ્યું. સત્તાના અટલા પટલા તો જુઓ, એક સમય હતો જ્યારે માધવસિંહની સરકારમાં એક પણ પાટીદાર પ્રધાન નહોતો, તો આજે પાટીદાર આંદોલનના નેતાઓ કોંગ્રેસનો એક ભાગ બની ગયાં છે.
બહુ ઓછા લોકોને ખબર હશે કે, સાહિત્યના શોખીન એવા માધવદાદાને લાયબ્રેરીનું અનોખું વળગણ હતું. માધવસિંહ સાથે વિશાળ લાયબ્રેરી છે. જેમાં અનેક પુસ્તકોનો ભંડાર છે. આજે આ લાયબ્રેરી એમના પૌત્રી સંભાળી રહ્યાં છે. માધવદાદા વિદેશ પ્રધાન તરીકે જ્યારે પણ વિદેશ યાત્રા કરે ત્યારે ચોક્કસપણે એ દેશની મોટી લાયબ્રેરીની મુલાકાત લેતા. મજહૂર ગઝલકાર શખાદમ આબુવાલાના ખાસ મિત્ર એવા માધવસિંહ સાહિત્યની સાથે સાથે શરૂઆતમાં પત્રકારત્વમાં કામ કર્યું.
માધવસિંહ સોલંકીની રાજકીય કારકિર્દી
- માધવસિંહ સોલંકીએ 1947માં પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી
- 1957માં સંસદીય કારકિર્દીની શરૂઆત કરી
- 1957ની વિધાનસભાની ભાદરણ બેઠક પરથી ધારાસભ્ય પદે ચૂંટાયા
- ભારદણથી સતત 1985 સુધી સાત વખત ચૂંટાયા
- એક જ બેઠક પરથી સાત વખત ચૂંટાવાનો માધવસિંહને વિક્રમ હતો.
- માધવસિંહ ડિસેમ્બર, 1976 ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા,
- 1977માં રાજીનામું આપી 1980માં ફરીથી ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા
- માધવસિંહને અનામત અંગે નીતિ માટે ખાસ યાદ કરવામાં આવે છે
- ગુજરાતના રાજકારણમાં સવર્ણ જ્ઞાતિઓને સ્થાને પછાત જાતિની 'ખામ' પદ્ધતિ લાવ્યા
- બક્ષીપંચને અનામત અપાવ્યું, ગુજરાતમાં અનામત વિરોધી આંદોલન થયા, જેથી ગુજરાત ભડકે બળ્યું
- અનામત આંદોલન કોમી તોફાનમાં ફેરવાયું, સેંકડો લોકો મોતને ભેટ્યા
- 6 જૂલાઈ 1985માં ફરી રાજીનામું આપ્યું, પરંતુ ફરીથી મજબૂત બનીને 1989માં મુખ્યપ્રધાન બન્યા
એક એવો રેકોર્ડ માધવદાદાને નામે છે જે મોદી પણ તોડી શક્યા નથી
- વિધાનસભાની 182માંથી 149 બેઠકો જીતી હતી તે વિક્રમ આજ સુધી એક પણ મુખ્યમંત્રી તોડી શક્યા નથી.
- માધવદાદાએ ઈસરોને જમીન આપી, શાળામાં મધ્યન-ભોજન લાવ્યા, જે બાદ સમગ્ર દેશમાં લાગુ થયું
- "ખામ"- KHAM-(ક્ષત્રિય, હરિજન-દલિત, આદિવાસી અને મુસ્લિમ) થિયરી લાવ્યા
- કોંગ્રેસની છેલ્લી સરકાર હતી ત્યાર પછી કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવી શકી નથી અને મહાનગરો જીતી શકી નથી.
- 1987થી બે વખત રાજ્યસભામાં ચૂંટાયા, કેન્દ્રમાં વિદેશ પ્રધાન બન્યા
- 1957થી 1997 સુધી સત્તાના શિખરો પર રહ્યા, સતત 40 વર્ષ સુધી સત્તામાં રહેવાનો અનોખો રેકોર્ડ પણ બનાવ્યો
- હવે માધવસિંહનું રાજકારણ વારસાગત રીતે ભરતસિંહને મળ્યું