ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરની સરકારી શાળાઓમાં KG 1-2 અને ધોરણ 1ના અંગ્રેજી માધ્યમના વર્ગો શરૂ કરાશે - ગાંધીનગર ન્યૂઝ

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જુલાઈ મહિનાથી KG 1-2 અને ધોરણ 1ના અંગ્રેજી માધ્યમના વર્ગો શરૂ કરવામાં આવશે. કોરોનાના કહેરને ધ્યાને લઈને ગાઇડલાઇન્સ સાથે વર્ગો શરૂ કરાશે. આ શાળાઓમાં ઉત્તમ અને ગુણવત્તાવાળું અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આપવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા અને શિક્ષણ વિભાગનો નવતર અભિગમ કરવામાં આવ્યો છે.

ગાંધીનગરની સરકારી શાળાઓમાં KG 1-2 અને ધોરણ 1ના અંગ્રેજી માધ્યમના વર્ગો શરૂ કરાશે
ગાંધીનગરની સરકારી શાળાઓમાં KG 1-2 અને ધોરણ 1ના અંગ્રેજી માધ્યમના વર્ગો શરૂ કરાશે

By

Published : Jun 17, 2021, 10:40 PM IST

  • કોરોના ગાઇડલાઇન્સ પ્રમાણે શરૂ કરાશે ઓનલાઈન વર્ગો
  • આગામી 1 જુલાઇથી શરૂ કરવામાં આવશે વર્ગો
  • અંગ્રેજી માધ્યમના વર્ગો શહેરની 5 શાળાઓમાં શરૂ કરાશે

ગાંધીનગર:ગાંધીનગર મહાનગરપાલિકાના રહીશો પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ગુણવત્તાવાળું શિક્ષણ સરકારી રાહે આપી શકે તેવું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. ચાલું નવા શૈક્ષણિક વર્ષથી ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 5 સ્થળો ખાતે અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આપતી KG 1થી ધોરણ 1 સુધીના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. તેવું મ્યુનિસિપલ કમિશ્નર ડૉ. રતનકંવર ગઢવીચારણે જણાવ્યું હતું.

આ પણ વાંચો:Corona Effect : સુરતમાં સરકારી શાળામાં પ્રવેશ માટે વાલીઓનો ધસારો

કોરોના ગાઇડલાઈન પ્રમાણે વર્ગો ચાલશે

ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નર ડો. રતનકંવર ગઢવીચારણે વધુમાં જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાની હદમાં રહેતા નાગરિકો પોતાના બાળકોને આજના સ્પર્ધાત્મક યુગમાં અંગ્રેજીમાં ભણાવે છે જેનું મહત્વ ખૂબ છે. આ સમયે ગાંધીનગરમાં વસતા વાલીઓ પોતાના બાળકોને ગુણવત્તાવાળું અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ ઓછા ખર્ચે આપી શકે તેવા ઉમદા આશયથી ગાંધીનગર મહાનગરપાલિકા અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર શહેરી વિસ્તારમાં 5 અલગ અલગ સ્થળો ખાતે અંગ્રેજી માધ્યમની KG 1 અને 2 તેમજ ધોરણ 1ના વર્ગો ગાઇડલાઈન પ્રમાણે શરૂ કરાશે.

આ પણ વાંચો:રાજ્યમાં 70 ટકા પાઠ્યપુસ્તકોનું વિતરણ પૂર્ણ, 30 ટકા પુસ્તકો ટૂંક સમયમાં વિતરણ કરાશે

5 સરકારી પ્રાથમિક શાળામાં અપાશે શિક્ષણ

મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા, બાસણ, સરકારી પ્રાથમિક શાળા, સેકટર- 29, સરકારી પ્રાથમિક શાળા, સેકટર-24, સરકારી પ્રાથમિક શાળા, સે.13, સરકારી પ્રાથમિક શાળા, ઇન્દ્રોડા શાળા અંગ્રેજી માધ્યમના વર્ગો શરૂ કરવામાં આવશે. જે વાલીઓ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ અપાવવા માંગતા હોય તેમણે પોતાના બાળકોનો પ્રવેશ સમય મર્યાદામાં શાળાના આચાર્યનો સંપર્ક કરી મેળવવાનો રહેશે.

ABOUT THE AUTHOR

...view details