- ભાજપના પ્રથમ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું નિધન
- CM વિજય રૂપાણી ગાંધીનગર પરત ફર્યા
- બપોરે 3 કલાકે મળશે કેબિનેટ બેઠક
- સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે
ગાંધીનગર : ભાજપના પ્રથમ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનું આજે શ્વાસની તકલીફના કારણે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં નિધન થયું છે. ત્યારે આજે ભાજપ પક્ષ દ્વારા તમામ રાજકીય કાર્યક્રમો રદ કરીને બપોરના 5 કલાકે કેબિનેટ બેઠક બોલાવવામાં આવી છે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના તમામ પ્રધાનો હાજર રહેશે અને કેશુભાઇ પટેલના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
ભાજપ પક્ષે તમામ કાર્યક્રમો રજૂ કર્યા
આઠ વિધાનસભાની પેટાચૂંટણીને હવે ગણતરીના જ દિવસો જ બાકી છે. 3 નવેમ્બરના દિવસે મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે અત્યારે ચૂંટણી પ્રચાર જોરશોરથી થઇ રહ્યો છે પરંતુ આજે રાજ્યના ભાજપાના પ્રથમ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનું નિધન થતા ભાજપ પક્ષ દ્વારા રાજકીય તમામ કાર્યક્રમો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ લીમડીના કાર્યક્રમ ને અધવચ્ચે મૂકી ને ગાંધીનગર પહોંચ્યા છે.
બપોરે 3 કલાકે યોજાશે કેબિનેટ બેઠક
ભાજપના પ્રથમ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલના નિધનને લઈ રાજ્ય સરકારે આજે તાત્કાલિક ધોરણે 3:00 રાજ્યની કેબિનેટ બેઠક બોલાવી છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં બેઠક મળશે. જેમાં કેશુભાઈ પટેલને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જ્યારે ગાંધીનગર પહોંચી મુખ્યપ્રધાન વિજય રૂપાણી સીધા જ પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલના નિવાસ સ્થાને જઈને શ્રદ્ધાંજલિ પાઠવશે.