- કેરળ રાજ્ય સરકારે શાકભાજી માટે મહત્તમ વેચાણ ભાવ નક્કી કર્યો
- ગુજરાતમાં MSP લાગુ કરવું અશક્ય
- ગુજરાત કરતા કેરળ નાનું રાજ્ય
ગાંધીનગર : કેરળ સરકાર શાકભાજીના ભાવમાં મહત્તમ વેચાણ ભાવ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી કેરળ રાજ્ય દેશમાં પ્રથમ એવું રાજ્ય બન્યું છે કે, જેને શાકભાજીમાં મહત્તમ વેચાણ ભાવ નક્કી કર્યો હોય, પરંતુ જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના અધિકારીના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં મહત્તમ વેચાણ ભાવ લાગુ કરવો લગભગ અશક્ય છે.
ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં શાકભાજીનું ઉત્પાદન
ગુજરાત રાજ્યમાં શાકભાજીનું ઉત્પાદન મહત્તમ પ્રમાણમાં કરવામાં આવે છે, જ્યારે મહત્વની વાત કરવામાં આવે તો શાકભાજીનું સ્ટોરેજ કરવું અશક્ય હોય છે. ગણતરીના જ કલાકોમાં શાકભાજી બગડી જાય છે, જેથી તેનું સ્ટોરેજ કરવું શક્ય રહેતું નથી. તેથી મહત્તમ સેલિંગ પ્રાઈઝ પણ રાખવી અશક્ય બને છે.
શાકભાજીમાં અમુક ઉત્પાદન સારા અને ખરાબ હોય છે જેથી ભાવ નક્કી કરવો મુશ્કેલ
બાગાયતી વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે, જે રીતે કેરળ રાજ્ય સરકાર દ્વારા મહત્તમ વેચાણ ભાવ શાકભાજીમાં નક્કી કરવામાં આવ્યો છે, જે ગુજરાત રાજ્યમાં લાગુ કરવું અશક્ય બની રહેશે. કારણ કે, ગુજરાતમાં એક જ શાકભાજીના અલગ-અલગ કેટેગરીમાં ઉત્પાદન થતું હોય છે. જેમાં સારી શાકભાજી અને ખરાબ શાકભાજી પણ હોય છે, જ્યારે આ પરિસ્થિતિમાં એક શાકભાજીનો એક જ ભાવ નક્કી કરવો તે યોગ્ય નથી.
કેરળ સરકારે શાકભાજીના ભાવમાં MSP નક્કી કરી શાકભાજીની અછત સર્જાય તો રાજ્ય સરકાર નિર્ણય કરે છે
બટાકા અને ડુંગળી જેવા શાકભાજીમાં જ્યારે માગ વધુ હોય અને ઉત્પાદન ઓછું હોય, ત્યારે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે છે. તેમાં પણ સ્ટોરેજ કેપેસિટી ઘટાડી દેવામાં આવે છે અને વધુમાં વધુ માલ બજારમાં જાય તેવી રીતનો રાજ્ય સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ જે રીતના અન્ય શાકભાજીની વાત કરવામાં આવે તો સ્ટોરેજ ન થઈ શકવાને કારણે મહત્તમ વેચાણ ભાવ નક્કી કરી શકતા નથી.
ગુજરાત કરતા કેરળ નાનું રાજ્ય
ગુજરાત કરતા કેરળ ખૂબ જ નાનું રાજ્ય છે. જેથી ત્યાં આવા પ્રકારના નિર્ણય લઈ શકાય છે, પરંતુ ગુજરાતમાં તમામ ઝોનમાં અલગ-અલગ શાકભાજીનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થાય છે. જ્યારે શાકભાજીના વેચાણ માટે પણ અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મોટા પ્રમાણમાં જ્યારે શાકભાજીનું વધુ ઉત્પાદન થતું હોય ત્યારે તેનો ભાવ એકદમ ઓછો હોય છે, જ્યારે શાકભાજીની માગ વધારે હોય, ત્યારે તેનો ભાવ વધુ નથી હોતો, પરંતુ સામાન્ય હોય છે. તેથી ગુજરાત રાજ્યમાં શાકભાજીનો મહત્તમ વેચાણ ભાવ નક્કી કરવામાં આવતો નથી. હાલ આ બાબતે રાજ્ય સરકારની પણ કોઈ વિચારણા નથી.