ગુજરાત

gujarat

ETV Bharat / city

મહાત્મા મંદિર પાસે તોડાયેલી ઝૂંપડપટ્ટીના રહીશોને કમલમમાં રાખોઃ જિગ્નેશ મેવાણી

ગાંધીનગરમાં હાલમાં જ 500 જેટલી ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવામાં આવી હતી. આથી ત્યાંના લોકો ઘરવિહોણા બન્યા હતા. આ મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આવા ઘરવિહોણા બનેલા ગરીબ પરિવારની મુલાકાતે આવ્યા હતા. આ લોકોની વેદના સાંભળી મેવાણીએ રહીશોને કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેમને રજૂઆત કરજો.

મહાત્મા મંદિર પાસે તોડાયેલી ઝૂંપડપટ્ટીના રહીશોને કમલમમાં રાખોઃ જિગ્નેશ મેવાણી
મહાત્મા મંદિર પાસે તોડાયેલી ઝૂંપડપટ્ટીના રહીશોને કમલમમાં રાખોઃ જિગ્નેશ મેવાણી

By

Published : Oct 22, 2020, 5:47 PM IST

  • રૂપાણી સરકાર બંધારણમાં માનતી જ નથીઃ મેવાણી
  • ઝૂંપડપટ્ટીના રહીશો માટે રહેવાની વ્યવસ્થા કમલમમાં કરોઃ મેવાણી


ગાંધીનગરઃ ગાંધીનગરમાં મહાત્મા મંદિર પાસે તોડી પાડવામાં આવેલી 500 ઝૂંપડપટ્ટીના કારણે ત્યાંના રહીશો હવે ઘરવિહોણા થઈ ગયા છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ રહીશોની મુલાકાતે આવ્યા હતા. અહીં જિગ્નેશ મેવાણીએ જણાવ્યુ હતું કે, બાબાસાહેબ આંબેડકરના બંધારણમાં રૂપાણી સરકાર નથી માનતી પણ ગાંધીજીના ચશ્માનો ઉપયોગ સ્વચ્છતા અભિયાન માટે કરે છે. જેમના નામે મહાત્મા મંદિર બનાવ્યું છે. તેની બાજુમાં રહેતા લોકોને હાલની જગ્યાએ ખસેડવામાં આ્વ્યા હતા. ગુજરાતમાં હાઈકોર્ટમાં પીટિશન થઈ હતી, જેમા કોર્ટે કહ્યું હતું કે, જે લોકો આધાર પૂરાવા રજૂ કરે તેને ધ્યાને રાખીને વૈકલ્પિક વ્યવસ્થા થાય તે માટે ભલામણ કરવામાં આવી હતી. આ ગરીબોને નહીં તો કમલમ્ ખાતે રહેવાની વ્યવસ્થા કરવાની માગ કરી હતી.

9 ઓક્ટોબરે ઝૂંપડપટ્ટી પર ફેરવવામાં આવ્યું હતું બુલડોઝર

ગોકુળપૂરામાં આવેલા ઝૂંપડપટ્ટીમાં રહેતા રહીશોના અંદાજે 500 જેટલા ગરીબ પરિવારના ઝૂંપડા પર 9 ઓક્ટોબરે બૂલડોઝર ફેરવીને મકાનવિહોણા બનાવી દીધા હતા. રેલવે સ્ટેશનમાં કેપિટલ ફાસ્ટાર હોટેલ તૈયાર થઈ રહી છે, જેના પ્રવેશ અને બહાર માટે પૂલ બનાવામાં આવી રહ્યો છે, જેમાં આ રહીશોના ઝૂંપડા અડચણરૂપ હતા. હોટેલ સુધી પહોંચવા માટેના અંડરપાસ રોડને જોડતા રોડની કામગીરી ઝૂંપડાને લીધે અટકી પડી હતી.

ABOUT THE AUTHOR

...view details