ગુજરાત

gujarat

હવેથી શાળાઓમાં વિદ્યાર્થિનીઓને "ગુડ ટચ અને બેડ ટચ"નું શિક્ષણ અપાશે

By

Published : Oct 10, 2019, 8:15 PM IST

Updated : Oct 10, 2019, 8:38 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં મહિલા અને દીકરીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને રાજ્યની મહિલા આયોગ વિકાસ દ્વારા 'કવચ' નામના પ્રોગ્રામનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.જેમાં રાજ્યની તમામ બાળકીઓ,વિદ્યાર્થિનીઓ અને મહિલાઓને સ્પર્શ કરતા તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા. રાજ્યની દીકરીઓ વધુ સુરક્ષિત બને અને પોતાનું આત્મરક્ષણ કરી શકે તે હેતુથી આ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો.

Gujarat Women Commission launched Kavach program

મહિલાઓની સુરક્ષા બાબતે મહિલા આયોગના અધ્યક્ષે આ વિષયને પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યો છે. જેમાં હાલ દરેક જિલ્લા દીઠ એક શાળા નક્કી કરવામાં આવી છે. એટલે અત્યારે કુલ 33 જેટલી શાળાઓમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે.આ કાર્યક્રમમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી દીકરીઓને આ તાલીમ આપવામાં આવશે.ત્યારબાદ સમગ્ર રાજ્યની તમામ શાળાઓમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે. હાલ રાજ્યની તમામ શાળામાંથી 2 શિક્ષકોની નિમણૂંક કરવામાં આવશે અને તેમને તાલીમ આપ્યા બાદ તે શિક્ષકો તેમની શાળામાં વિદ્યાર્થિનીઓને તાલીમ આપશે.

હવેથી રાજ્યમાં શાળાની વિદ્યાર્થીનીઓને ગુડ ટચ અને બેડ ટચનું શિક્ષણ અપાશે

ઉલ્લેખનીય છે કે, અત્યારે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ફક્ત 33 શાળાના શિક્ષકો સાથે કવચ નામનો પ્રોગ્રામ શરૂ કર્યો છે.આ કાર્યક્રમમાં બાળકીઓ છેડતી બાબતે ક્યાં પ્રકારના પગલાં લેવા અને દીકરીઓએ પોતાની સ્વ સુરક્ષા માટે શું કરવું તે અંગેની સમજણ આપવામાં આવશે.

Last Updated : Oct 10, 2019, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details