- કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી વિધેયક, 2021 સર્વાનુમતે પસાર
- 2 કલાકની ચર્ચા બાદ વિધાનસભામાં કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી બિલ પાસ
- અમદાવાદ ખાતે 'કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીની' સ્થાપના કરવામાં આવશે
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ચોમાસા સત્ર દરમિયાન પક્ષ અને વિપક્ષની સર્વાનુમતે આજે 2 કલાકની ચર્ચા બાદ ‘કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી વિધેયક, 2021' વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. શ્રમ અને રોજગારપ્રધાન બ્રિજેશ મેરજાએ જણાવ્યુ છે કે, હાલના સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગોનું રાજયમાં વિશાળ પ્રમાણમાં રોકાણ થઈ રહ્યું છે, તેમજ આવનારા સમયમાં પણ પ્રગતિશીલ ગુજરાત મૂડી રોકાણમાં દેશનું કેન્દ્ર સ્થાન બનવા જઈ રહ્યું છે.
‘કૌશલ્ય’ સ્કિલ યુનિવર્સિટીની જરૂરીયાત કેમ પડી?
વૈશ્વિક ક્ષેત્રે વિવિધ સેક્ટરોમાં પણ સતત બદલાતી ટેકનોલોજી અનુરૂપ કુશળ માનવબળની જરૂરીયાત દિવસે-દિવસે વધી રહી છે. આવા સંજોગોમાં કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં તાલીમની ગુણવત્તાને વેગ આપવા માટે તેમજ શિક્ષણ, તાલીમ અને સંશોધન માટે માળખું તૈયાર કરવા માટે ‘કૌશલ્ય’ સ્કિલ યુનિવર્સિટીની જરૂરીયાત ઊભી થઈ છે.
40 કરોડથી વધુ લોકોને વિવિધ કૌશલ્યમાં તાલીમ આપવાનું લક્ષ્ય
શ્રમ અને રોજગાર પ્રધાન મેરજાએ બિલની ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા સ્કિલ ઇન્ડિયા મિશનના ભાગ રૂપે ભારતમાં 40 કરોડથી વધુ લોકોને વિવિધ કૌશલ્યમાં તાલીમ આપવાનું લક્ષ્ય નિર્ધારિત કરેલું છે. દેશના આ મિશનના ઉદ્દેશને સાકાર કરવા રાજ્યના યુવાધનને કૌશલ્યબદ્ધ કરવા માનનીય મુખ્યપ્રધાનશ્રીના માર્ગદર્શનથી ગુજરાત રાજ્યના યુવાધનને 'કૌશલ્ય સાથે શિક્ષણ' અને 'દરેક યુવાનને કૌશલ્ય' મળી રહે તે હેતુ માટે અમદાવાદ ખાતે 'કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીની' સ્થાપના સરકાર દ્વારા કરવામાં આવશે, જેનું સંપૂર્ણ સંચાલન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.
વર્ટિકલ મોબિલિટીના માધ્યમથી સ્કિલ ડેવલપમેન્ટ અને ઉચ્ચ શિક્ષણ