- રૂપિયા 787 કરોડના ખર્ચે ગેઝ કન્વર્ઝન કરવામાં આવશે
- બહુચરાજી રેલ કોર્પોરેશન લીમિટેડની રચના કરવામાં આવી છે
- રૂપિયા 787 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટનું નિર્માણ કરાશે
ગાંધીનગર : ઉત્તર ગુજરાતના રેલવે યાત્રીઓની સુવિધામાં વધારો કરવા માટે કટોસણ રોડ-બહુચરાજી-ચાણસ્મા-રણુજ રેલ્વે લાઇન પ્રોજેક્ટને રૂપિયા 787 કરોડના ખર્ચે ગેઝ કન્વર્ઝન કરવામાં આવશે. આ 65 કિલોમીટરનો પ્રોજેકટ છે. આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે માહિતી આપી છે.
કટોસણ રોડ-બહુચરાજીના 27.5 KMને આવરી લેવામાં આવશે
આ રેલવે લાઇનના 65 KMના ગેઝ કન્વર્ઝનના પ્રોજેક્ટના અમલીકરણ માટે બહુચરાજી રેલ કોર્પોરેશન લીમિટેડની રચના કરવામાં આવી છે. અંદાજીત રૂપિયા 787 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટનું નિર્માણ કરાશે. જેમાં પ્રથમ તબક્કામાં કટોસણ રોડ-બહુચરાજીના 27.5 KMને આવરી લેવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે અંદાજીત કિંમત રૂપિયા 375 કરોડ મંજૂર કરવામાં આવી છે.