ગુજરાત

gujarat

ETV Bharat / city

Kama Rathod Rejoined BJP : ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા કમા રાઠોડ ફરી ભાજપમાં જોડાયાં - ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરમગામના પૂર્વ ધારાસભ્ય કમા રાઠોડ તેમના સમર્થકો સાથે પુનઃ ભાજપમાં જોડાયા (Kama Rathod Rejoined BJP) હતાં. વિધાનસભા ચૂંટણીઓના (Gujarat Assembly Elections 2022) ઉપલક્ષમાં રાજકીય ચોપાટું મંડાણી છે ત્યારે આ પ્રકારની આવનજાવન પણ વધી છે.

Kama Rathod Rejoined BJP : ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા કમા રાઠોડ ફરી ભાજપમાં જોડાયાં
Kama Rathod Rejoined BJP : ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા કમા રાઠોડ ફરી ભાજપમાં જોડાયાં

By

Published : Apr 13, 2022, 4:03 PM IST

ગાંધીનગર-ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ (BJP Kamlam Office)ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં વિરમગામના પૂર્વ ધારાસભ્ય કમા રાઠોડ (Kama Rathod Rejoined BJP)તેમના સમર્થકો સાથે પુનઃ ભાજપમાં જોડાયા હતાં.વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Elections 2022)આવી રહી છે ત્યારે ભાજપ ખૂબ સક્રિય જોવા મળી રહ્યો છે.

કમા રાઠોડનું પાર્ટીમાંથી તેમનું સસ્પેશન વહેલું રદ કરાયું

અન્ય કોણ જોડાયું ભાજપમાં -કમા રાઠોડ (Kama Rathod Rejoined BJP)ઉપરાંત પૂર્વ નગરપાલિકા પ્રમુખ ભીખાભાઇ પટેલ, બોપલ નગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મહેશ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય કોળી ગોવિંદભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય શક્તિસિંહ ચાવડા, બોપલના પૂર્વ નગરપાલિકાના સદસ્ય રામભાઈ પટેલ, દલિત સમાજના આગેવાન અશ્વિન ચાવડા, દલિત આગેવાન મનસુખ ધોરણીયા, સામાજીક આગેવાન ચંદુભાઈ પટેલ, કોળી પટેલ સમાજના આગેવાન રણજીત સોલંકી અને સાણંદ એપીએમસીના પૂર્વ ડિરેક્ટર બળદેવભાઈ કોળી પટેલ એમ કુલ 11 લોકો ભાજપમાં જોડાયા છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : સ્થાપના દિવસે સુરત ભાજપે પાડ્યો મોટો ખેલ, કોંગ્રેસના પૂર્વ મહામંત્રી ભાજપના રંગે રંગાયા

કમા રાઠોડની ભાજપમાં પુનઃ એન્ટ્રી -કમા રાઠોડને 2017ની ચૂંટણી વખતે ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જો કે કમા રાઠોડે તે વાતનો છેદ ઉડાડતાં, આગળ પાર્ટી માટે કાર્ય કરશે અને ભાજપને જીત (Kama Rathod Rejoined BJP)અપાવવા પ્રયત્ન કરશે (Gujarat Assembly Elections 2022)તેવું જણાવ્યું હતું. તેઓ અનેક વખત ભાજપ પ્રદેશ અધ્યક્ષનું નામ પણ ભૂલી ગયાં હતાં.

આ પણ વાંચોઃ Congress leader joins BJP: કૉંગ્રેસ આપઘાત કરવા માગતી હોય તો તેને હું બચાવનાર કોણ ? : હીરાભાઈ પટેલ

વિરમગામ બેઠકના છેલ્લા બે પરિણામ- વિરમગામ બેઠક પર 2017 વિધાનસભા બેઠકમાં ભાજપના તેજશ્રીબેન પટેલ હરાવીને કોંગ્રેસના લાખાભાઈ ભરવાડ વિજેતા થયા હતાં. 2012માં તેજશ્રીબેન કોંગ્રેસમાં હતાં, ત્યારે તેમનો વિજય થયો હતો. 2007માં કમાભાઈ રાઠોડ ભાજપની ટિકિટ પર વિજેતા જાહેર થયાં હતાં. આમ છેલ્લી બે વિધાનસભાઓની ચૂંટણીઓમાં (Gujarat Assembly Elections 2022) ભાજપ પાસે વિરમગામની બેઠક (Viramgam Assembly Seat ) નથી. ત્યારે ભાજપ આ બેઠક મેળવવા માટે પ્રયત્નશીલ બન્યું છે. આ માટે તેમને કમા રાઠોડની (Kama Rathod Rejoined BJP)જરૂર છે. એટલે જ પાર્ટીમાંથી તેમનું સસ્પેશન પણ વહેલું રદ કરાયું છે.

ABOUT THE AUTHOR

...view details