ગાંધીનગરઃ કલોલ વિસ્તારમાં આવેલા દારૂના જથ્થાની પ્રવૃત્તિ અંગે બાતમી મેળવવામાં અને ડામવામાં નિષ્ફળ રહેવા બદલ રેન્જ IGએ PI વી.વી.ત્રિવેદી અને PSI દેસાઈને સસ્પેન્ડ કર્યા છે.
છત્રાલમાંથી 12 લાખનો દારૂ ઝડપાતા કલોલ તાલુકાના PI અને PSI સસ્પેન્ડ - news of gandhinagar
સ્ટેટ મોનિટરિંગ સેલે કલોલની છત્રાલ GIDCમાં શ્રીજી એસ્ટેટના ગોડાઉનમાંથી 11.59 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો. જેને પગલે રેન્જ IG અભય ચુડાસમાએ તાત્કાલિક અસરથી કલોલ તાલુકા PI અને PSIને સસ્પેન્ડ કરી દીધા છે.
![છત્રાલમાંથી 12 લાખનો દારૂ ઝડપાતા કલોલ તાલુકાના PI અને PSI સસ્પેન્ડ ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8522198-thumbnail-3x2-m.jpg)
PI-PSI સસ્પેન્ડ થતા જિલ્લાના પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, 2 દિવસ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડીને દારૂની કુલ 5,208 બોટલ અને બિયરના 1,008 ટીન ઝડપી પાડ્યા હતા. જો કે, ગોડાઉન ભાડે રાખનારા 2 શખ્સો મળી આવ્યા નથી. પોલીસે ગોડાઉન માલિકને પુછતાં તેમણે રાજસ્થાનના સાંચોરના રૂઘનાથ ગંગારામ મારવાડી (હાલ રહે-ઈ બ્લોક નિર્મિત ક્રિસ્ટલ, કેઆરસી કૉલેજ રોડ, કલોલ) નામના શખ્સેને ગોડાઉન ભાડે આપ્યું હોવાનું જણાવ્યું હતું. આરોપીઓએ 4 ઓગસ્ટના રોજ ગોડાઉનનો કબજો લીધો હતો. જે બાદ તેમાં મોટા પાયે દારૂ ઉતાર્યો હતો.