ગાંધીનગર: શિવરાત્રીનો તહેવાર (Shivratri Festival 2022) આવી રહ્યો છે અને જૂનાગઢમાં તળેટી ખાતે શિવરાત્રીનો લોકમેળો (Junagadh Shivratri Mela 2022) યોજવાની વર્ષોની પરંપરા છે. છેલ્લા 2 વર્ષથી કોરોના (Corona In Gujarat)ના કારણે રાજ્ય સરકાર દ્વારા તમામ મેળાઓ રદ કરવામાં આવ્યા છે. કોરોનાના કેસ (Corona Cases In Gujarat)માં સતત ઘટાડો આવી રહ્યો છે તેને ધ્યાનમાં લઈને જૂનાગઢના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભાજપના આગેવાનોએ આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને રૂબરૂ મળીને મેળોયોજવાની રાજ્ય સરકાર મંજૂરી આપે તેવી માંગ કરી હતી.
સરકાર આપશે મંજૂરી: અરવિંદ રૈયાણી
રાજ્યકક્ષાના પ્રધાન અરવિંદ રૈયાણીએ આ બાબતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જૂનાગઢના પદાધિકારીઓ દ્વારા આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરવામાં આવી છે અને શિવરાત્રીના મેળાનું આયોજન થાય તે બાબતની રજૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં આ બાબતે મંજૂરી આપે તેવો મને વિશ્વાસ છે. મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર ટૂંક જ સમયમાં શિવરાત્રીના મેળાની મહત્વની જાહેરાતો કરશે.
આ પણ વાંચો:શિવરાત્રીના મેળાને લઈ ગિરિ તળેટી જીવ અને શિવના મિલનની બનશે સાક્ષી