ગાંધીનગર:કેબિનેટ બેઠક (Cabinet meeting Gujarat) પહેલા જ રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ રાજ્યની પ્રાઇમરિ સ્કૂલ, બાળ મંદિર અને આંગણવાડી શરૂ કરવાની જાહેરાત કરી છે. 17 જાન્યુઆરીથી બાળમંદિર અને આંગણવાડીની શરૂઆત થશે. બેઠકમાં શરૂઆત બાબતે પણ ખાસ પ્રકારની ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત બાળકોના સ્વાસ્થ્યને લગતી તમામ બાબતો પર ખાસ ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો:Cabinet Meeting Gujarat : કેબિનેટ બેઠકમાં ગરીબ કલ્યાણ મેળો અને મહેસુલી મેળાના આયોજન બાબતે થશે ચર્ચા
18 તારીખે નવી ગાઈડલાઇન
રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે તેને ધ્યાનમાં લઈને 18 તારીખે રાજ્ય સરકાર દ્વારા નવી પ્રોડક્ટને ગાઈડલાઈન જાહેર થઈ શકે છે. જેમાં આવનારા દિવસોમાં હોળી અને ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે. આ ઉપરાંત શિવરાત્રીનો મેળો પણ આવી રહ્યો છે તેને ધ્યાનમાં લઈને વધુ છૂટછાટ આપી શકાય છે. જ્યારે થિયેટરોમાં 100 ટકાની કેપેસીટી કરવાની પણ ચર્ચા થઈ રહી છે.
આ પણ વાંચો:કેબિનેટ બેઠકમાં હોબાળો, પોતાની પસંદના PA, PS, APSની નિમણૂક ન થતા પ્રધાનો નારાજ
બજેટ બાબતે થશે ચર્ચા
માર્ચ મહિનામાં ગુજરાત સરકારનું બજેટ સત્ર (Budget session) શરૂ થઈ રહ્યું છે. જેમાં પટેલ સરકારના પ્રથમ બજેટમાં છે. ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે આ બજેટમાં તમામ લોકોને લાભ થાય તે રીતે બજેટ બાબતે પણ ટેબલેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ જે નાણાં પ્રધાને સ્પષ્ટ કરી દીધું છે કે, આવનાર બજેટ એકદમ ફૂલ ગુલાબી હશે. ગુજરાતના નાગરિકોને લાભદાયી બજેટ હશે, ત્યારે આ બાબતે પણ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવશે.