ગાંધીનગર : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠકમાં(Cabinet meeting 2022) યોજાની હતી, જેમાં કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર આગામી સમયમાં જીએસઆરટીસી એટલે કે એસટી વિભાગ દ્વારા 1000 નવી બસોની ખરીદી કરશે. કોરોના સંક્રમણને લઈને રાજ્ય સરકાર હજુ પણ વધુ કડક નિયંત્રણ કરશે(Discussion at meeting regarding preparation of Corona) તે બાબતે પણ રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ સંકેતો આપ્યા છે. સૌરાષ્ટ્ર, મધ્યગુજરાત, અને દક્ષિણ ગુજરાતને જોડતો કોસ્ટલ હાઇવે તૈયાર કરવામાં આવશે, તેની પાછલ અંદાજીત 2440 કરોડનો ખર્ચો કરવામાં આવશે.
1000 નવી બસોની કરાશે ખરીદી
રાજ્ય સરકાર દ્વારા 1000 નવી બસો ખરીદવામાં આવશે, જેમાં 500 સુપર એક્સપ્રેસ, 300 લક્ઝરી બસ અને ૨૦૦ જેટલી સ્લીપર કોચ બસનો સમાવેશ કરવામાં આવશે. એક મહિનાની અંદર આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે રાજ્યના નાગરિકોને પરિવહનની સુવિધાની સરળતા રહે તે માટે બસની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે.
2440 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે કોસ્ટલ હાઈવે, 1000 બસોની ફાળવણી કરવામાં આવી : જીતુ વાઘાણી નવા કોસ્ટલ હાઇવેને અપાઇ મંજુરી
ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે, ત્યારે મળેલી કેબિનેટ બેઠકમાં એક નવો કોસ્ટલ હાઈવેની પણ મંજૂરી આપવામાં આવી છે. આ બાબતે રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણી જાહેરાત કરી હતી કે, સૌરાષ્ટ્ર ,મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડતો કોસ્ટલ હાઇવે તૈયાર કરવામાં આવશે, આ પ્રોજેક્ટ પાછલ 2440 કરોડનો ખર્ચો કરવામાં આવશે.
નવા નિયંત્રણો આવી શકે છે અમલમાં
કેબિનેટ બેઠકમાં કોરોનાની પરિસ્થિતિ બાબતે પણ ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં ગઈકાલે કોર કમિટીની બેઠકમાં લગ્ન પ્રસંગમાં 400 વ્યક્તિની મર્યાદા ઘટાડીને ફક્ત 150 વ્યક્તિઓની કરવામા આવી છે. આવનારા સમયમાં પણ જો હજુ પણ સંક્રમણમાં કોઈપણ પ્રકારનો ઘટાડો નહીં આવે તો નવા નિયંત્રણો પણ મુકાઈ શકે છે. આ ઉપરાંત જે જિલ્લામાં અને તાલુકાઓમાં હોસ્પિટલમાં વીજળીની અથવા તો અન્ય સાધનોની સુવિધા ન હોય ત્યાં પણ તાત્કાલિક ધોરણે સાધનો પૂરા પાડવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો :બાળકોની વેક્સિન માટે પ્રી પ્લાન કેબિનેટમાં રજૂ કર્યો, 20 લાખ ડોઝ કેન્દ્ર સરકાર મોકલશે: જીતુ વાઘાણી
આ પણ વાંચો : Jitu Vaghani on Child Vaccination: 3 જાન્યુઆરીથી બાળકોને વેક્સિન, 7 તારીખથી સ્પેશ્યલ ડ્રાઈવ