ગાંધીનગરઃ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આગામી 10 માર્ચે જાહેર (Election Result of Five State) થશે. ત્યારે આ મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જિતુ વાઘાણીએ પ્રતિક્રિયા (Jitu Vaghani on Election Result) આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ પાંચેય રાજ્યોમાં ભાજપની સરકાર બને તેને લઈને તેઓ આશાવાદી (Jitu Vaghani on Election Result) છે.
વડાપ્રધાન 11 માર્ચે આવશે ગુજરાત પ્રવાસે આ પણ વાંચો-Gujarat Assembly 2022: યુક્રેનથી બહાર નીકળવા માટે પાકિસ્તાની વિદ્યાર્થીઓએ પણ ઉઠાવ્યો ત્રિરંગો
વડાપ્રધાન 11 માર્ચે આવશે ગુજરાત પ્રવાસે
વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી 11 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat Visit) આવી રહ્યા છે. ભાજપની તરફેણમાં કે વિરુદ્ધમાં આવેલા પરિણામો ગુજરાતની આવનારી ચૂંટણીઓ પર પણ અસર કરશે તે નક્કી છે. વળી, સરકારના પ્રવક્તા પ્રધાન જિતુ વાઘાણીનો નબળો પ્રતિસાદ બધું જ ઠીક રહેવાનો સંકેત આપતો નથી (Jitu Vaghani on Election Result) તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો-Gujarat Assembly 2022 : સરકારી શાળાઓમાં ઓરડાઓની ઘટ કેટલી તેનો શિક્ષણપ્રધાને આપ્યો જવાબ
કેવું રહેશે પરિણામ?
આમ, તો જો ભાજપ એકલું ઉત્તરપ્રદેશ જીતી લે તો બીજા રાજ્યોમાં હારનો તેની પર કોઈ ખાસ પ્રભાવ પડશે નહીં, પરંતુ વર્તમાન પરિસ્થિતિ અને એક્ઝિટ પોલને જોતા ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપ વિજયી બની શકે છે. જ્યારે પંજાબમાં ત્રિપાંખિયો જંગ જોવા મળી શકે છે.