ગુજરાત

gujarat

ETV Bharat / city

વિવાદાસ્પદ નિવેદનથી લાગેલી આગને જીતુ વાઘાણીએ કર્યો ઠારવાનો પ્રયાસ, નાગરિકોને ગેરમાર્ગે ન દોરાવા કરી અપીલ - ગુજરાતમાં શાળાઓ

જીતુ વાઘાણીએ પોતાના વિવાદાસ્પદ નિવેદન બાદ આજે સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્ર અને રાજ્ય માટે સૌને માન-સન્માન અને ગૌરવ હોય જ. આ માટે અમારે કોઇના સર્ટિફિકેટ જોઇતા નથી. સાથે જ તેમણે રાજ્યના નાગરિકોને ગેરમાર્ગે (vaghani appeals to citizens) ન દોરાવા અપીલ કરી હતી.

વિવાદાસ્પદ નિવેદનથી લાગેલી આગને જીતુ વાઘાણીએ કર્યો ઠારવાનો પ્રયાસ
વિવાદાસ્પદ નિવેદનથી લાગેલી આગને જીતુ વાઘાણીએ કર્યો ઠારવાનો પ્રયાસ

By

Published : Apr 7, 2022, 9:49 PM IST

ગાંધીનગર:રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી (Education Minister Of Gujarat)એ રાજકોટમાં કરેલા નિવેદન અને દિલ્હીની AAP સરકારને જવાબ આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં અરાજકતા અને અંધાધૂંધી ફેલાવનારા તત્વોને સહયોગ આપનારા તત્વો આજે ગુજરાતને બદનામ કરવા નીકળ્યા છે. તેમણે નાગરિકોને ગેરમાર્ગે ન દોરાય તેવી વિનંતી (vaghani appeals to citizens) પણ કરી હતી.

27 વર્ષથી જનતાના આશીર્વાદ- રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું કે, જનતા જનાર્દનના વિશ્વાસ અને વિકાસ માટે અમારે કોઇના પણ પ્રમાણપત્રની જરૂર નથી. ગુજરાતની જનતા જનાર્દન એ અમારે માટે નતમસ્તક છે. એટલા માટે જ અમને છેલ્લા 27 વર્ષથી અવિરતપણે આશીર્વાદ આપીને સેવા કરવાનો મોકો (BJP Government In Gujarat) આપ્યો છે અને એ મોકો અમે એળે જવા નહીં દઇએ એવો વિશ્વાસ પણ રાજ્યના નાગરિકોને છે.

આ પણ વાંચો:વાઘાણી અને યુવરાજસિંહ આજે સોશ્યલ મિડીયામાં ટ્રેન્ડિંગ રહ્યા, જાણો શું હતા મુદ્દા

ગુજરાતને બદનામ કરવા નીકળ્યા છે-તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યમાં અરાજકતા અને અંધાધૂંધી ફેલાવનારા તત્વોને સહયોગ આપનારા તત્વો આજે ગુજરાતને બદનામ કરવા નીકળ્યા છે અને નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે, તેને રાજ્યની શાણી પ્રજા સારી રીતે હવે ઓળખી ગઇ છે, ત્યારે તેવા તત્વો સપના જોવાનું બંધ કરે. દેશ અને ગુજરાત વિરોધી માનસિકતા (Anti-Gujarat mentality) ધરાવતા તત્વોને ગુજરાતમાં કોઇ સ્થાન નથી.

આ પણ વાંચો:Manish Sisodia Tweet : મનીષ સિસોદીયાએ કહ્યું ગુજરાતમાં જ દિલ્હી જેવું સારું શિક્ષણ આપીશું, વાઘાણીને જડબાતોડ જવાબ અપાયો

એરસ્ટ્રાઇક બાબતે પણ સબુત માંગ્યું હતું-જીતુ વાઘાણીએ કહ્યું કે, જે દેશ કે રાજ્યમાં જન્મ્યા હોઇએ, રાષ્ટ્ર અને રાજ્ય માટે સૌ કોઇ નાગરિકને માન-સન્માન અને ગૌરવ હોય જ એ માટે અમારે કોઇના સર્ટિફિકેટ જોઇતા નથી. દેશમાં રહીને દેશને બદનામ કરવો એ આવા લોકોની માનસિકતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક (surgical strike on pakistan) કરી ત્યારે પણ આવા તત્વો પુરાવા માંગીને પાકિસ્તાનની ભાષા બોલતા હતા એ વાતો આજે પણ દેશવાસીઓને યાદ છે. દેશ વિરોધી અને રાજ્ય વિરોધી માનસિકતા ધરાવતા લોકો બેફામ નિવેદનો કરીને ગુજરાતને બદનામ કરવા નીકળ્યા છે એને જનતા સારી રીતે જાણે જ છે.

શિક્ષણમાં સુધારો-તેમણે જણાવ્યું કે,રાજ્યમાં શાળાઓમાં (Schools In Gujarat) ઓરડા બનાવવા આ વર્ષના બજેટમાં ખાસ જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે હાલમાં પણ નવા ઓરડા બનાવવાની કામગીરી ચાલી જ રહી છે. જ્યાં જરૂર જણાય ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા પણ શિક્ષણવિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સરકારે નવા 3,300 વિધાસહાયકોની ભરતી (Teacher Requirements In Gujarat) કરી છે. આવનારા સમયમાં પણ નીતિ-નિયમ, રેશિયા મુજબ નવી ભરતી કરવામાં આવનાર છે. શિક્ષકોની બદલી-બઢતીઓના નવા નિયમો પણ અમલ કરવામાં આવનાર છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના હિતમાં પ્રવાસી શિક્ષકો ભરતીની સાથે સાથે તેમના વેતનમાં પણ વધારો કરવામાં આવનાર છે. જે અમારી સરકારની શિક્ષણ પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે.

ABOUT THE AUTHOR

...view details