ગુજરાત

gujarat

ETV Bharat / city

ગોડસેની મૂર્તિ મામલે સરકાર સામેલ નથી, અમુક પ્રકારની માનસિકતાવાળા લોકો આવું કરે છે: વાઘાણી

બુધવારે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી. જેમાં શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ભરૂચ ધર્માંતરણ મામલે કહ્યું કે, આ ક્યારેય સાંકી લેવામાં નહીં આવે, ગોડસે મૂર્તિના વિવાદ (godse idol controversy)માં કહ્યું સરકાર આમાં સામેલ નથી, અમુક પ્રકારની માનસિકતા ધરાવતા લોકો આ કરતા હોય છે.

godse idol controversy
godse idol controversy

By

Published : Nov 17, 2021, 8:14 PM IST

Updated : Nov 18, 2021, 12:17 PM IST

  • નિરામય યોજનામાં 66હજારથી વધુ સસ્પેક્ટેદ દર્દીઓ આઇડેન્ટી કરવામાં આવ્યા
  • 3 દિવસમાં 2,002 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો રાજ્યમાં થશે
  • 18થી 20 તારીખે આત્મનિર્ભર ગ્રામયાત્રા નિકળશે

ગાંધીનગર : આજે બુધવારે બીજેપીની કારોબારી બેઠકની સાથે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે કેબિનેટ બેઠક (cabinet meeting) યોજવામાં આવી હતી. જેમાં નિરામય યોજના, ઘર ઘર દસ્તક, આત્મ નિર્ભર ગ્રામ યાત્રાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આર એન્ડ ડી દ્વારા રોડ રસ્તા તેમાં પણ ખાસ કરી સાપુતારામાં આધુનિક પદ્ધતિથી પહેલીવાર રસ્તો બનાવવામાં આવશે. રોલર સેફ્ટિક પ્રકારની બેરિયરનો પ્રયોગ ગુજરાતમાં ભારત ખાતે પ્રથમ કરવામાં આવશે. તેવું જીતુ વાઘાણી (jitu vaghani addressed press conference)એ જણાવ્યું હતું.

ગોડસેની મૂર્તિ મામલે સરકાર સામેલ નથી અમુક પ્રકારની માનસિકતાવાળા લોકો આવું કરે છે: વાઘાણી

સંપ્રદાય કોઈ પણ હોય તેને આ રીતે સાંકી લેવામાં નહીં આવે

જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ભરુચમાં ધર્માંતરણ મમલે કહ્યું આ રીતે ક્યારેય સાંકી લેવામાં નહીં આવે, તપાસ ચલાવવામાં આવશે અને પગલા લેવાશે. સંપ્રદાય કોઈ પણ હોય તેને આ રીતે સાંકી લેવામાં નહીં આવે. તો ગોડસેની મૂર્તિ મામલે કહ્યું કે, કેટલાક લોકો પોતાની રીતે એટલે એ પ્રકારની માનસિકતાવાળા હોય છે. એમાં સરકાર સામેલ નથી હોતી. કોઈ વ્યક્તિ વિશેષ અને અલગ અલગ માનસિકતાવાળા આ કામ કરતા હોય છે.

નિરામય યોજના અંતર્ગત 5.27 હજાર કરતાં વધુ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું

જીતુ વાઘાણીએ કહ્યું કે, નિરામય યોજના અંતર્ગત 5.27 હજાર કરતાં વધુ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું. 66 હજારથી વધુ સસ્પેક્ટેદ દર્દીઓ આઇડેન્ટી કરવામાં આવ્યા. 20 હજાર લેબોરેટરી પરીક્ષણ કરવામાં આવ્યું. માં કાર્ડનો 14 હજાર લાભાર્થીઓને લાભ મળ્યો છે. જેથી વધુ લોકોનું સ્ક્રીનીંગ થાય અને લાભ મળે તેવી સૂચના મુખ્યપ્રધાન દ્વારા આપવામાં આવી છે.

ઘર ઘર દસ્તકમાં મહેસાણાના 25 ગામમાં 1200 લોકોને પહેલો અને બીજો ડોઝ અપાયો

ઘર ઘર દસ્તક વેક્સિનનું કામ આઇડેન્ટીફાય કરી વેક્સિન આપવનું કામ કરવામાં આવી રહ્યું છે. મહેસાણાના 25 ગામમાં 1200 લોકોને પહેલો અને બીજો ડોઝ અપાયો છે. દરેક જિલ્લામાં 75 ટીમો આઝાદીનો 75માં અમૃત મહોત્સવ નિમિતે બનાવવામાં આવશે. 75 ટીમો 15 દિવસમાં 750 ગામોમાં ઘર ઘર દસ્તક કાર્ય શરૂ થશે એટલે કે વેક્સિન આપવામાં આવશે, તેવું જણાવ્યું હતું.

18થી 20 તારીખ દરમિયાન 3 દિવસ માટે આત્મનિર્ભર ગ્રામ યાત્રા નીકળશે

આવતી કાલે 18થી 20 તારીખ દરમિયાન આત્મનિર્ભર ગ્રામ યાત્રા 3 દિવસ માટે નીકળશે. ગ્રામીણ ક્ષેત્રમાં લાભ થાય તે હેતુથી આ યાત્રા શરૂ કરાશે. ગામના લોકોને સુવિધા આપવામાં આવશે. એ માટે અધિરીઓને સૂચના આપવામાં આવી છે. એ અંતર્ગત રાજ્યમાં રૂ. 2,002 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો થશે.

સાપુતારાનો રસ્તો 10.15 કરોડના ખર્ચે આધુનિક પદ્ધતિથી વિકસાવાશે

આર એન્ડ ડી ડિપાર્ટમેન્ટ અંતર્ગત સાપુતારામાં ખીણ વિસ્તારમાં વાહનોના એક્સિડન્ટ થતા હોય છે ત્યારે આ એક્સિડન્ટ અટકાવવા માટે 1160 મીટરની લંબાઈવાળો આ રસ્તો 10.15 કરોડના ખર્ચે આધુનિક પદ્ધતિથી રોલર સેફ્ટિક પ્રકારની બેરિયરનો પ્રયોગ ગુજરાતમાં ભારત ખાતે પ્રથમ કરવામાં આવશે. ચોમાસામાં સંપર્ક વિહોણા ગામ થતા હોય છે. વિદ્યાર્થીઓને, ત્યાંના લોકોને અસર થાય છે. જેથી આર એન્ડ ડી વિભાગ 295 કોઝ વે બનાવાશે. 461 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે. વાહન વ્યવહાર બંધ ના રહે સુવિધા મળી રહે માટે 12 જિલ્લામાં કાચા રસ્તાઓ પાકા બનાવાશે.

કેમ્બ્રિજ યુનવર્સિટી સાથે એમઓયુ કર્યા

સરકારી સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ, શિક્ષકોને ટ્રેનિંગ મળી રહે અને એ હેતુસર 5 અને 6 ડિસેમ્બરના રોજ સાયન્સ સિટીમાં ઇન્ટરનેશનલ સેમિનાર થશે, શિક્ષકની તાલીમનું માળખું તૈયાર કરવામાં આવેશે, રાજ્યમાં પ્રથમવાર આ રીતે એમ.ઓ.યુ. થશે અને તેમાં કોર્સ તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો:ગુજરાતમાં પરપ્રાંતીયો અસુરક્ષિત હોવાનું કહેતાં Raghu Sharma ની માનસિક સ્થિતિ ખરાબ, હોસ્પિટલમાં સારવાર માટે મદદ કરીશ : પ્રદીપ પરમાર

આ પણ વાંચો:ગુજરાતના પ્રધાન જીતુભાઈ વાઘાણી વિશે જાણો

Last Updated : Nov 18, 2021, 12:17 PM IST

ABOUT THE AUTHOR

...view details