જીગ્નેશ મેવાણીએ જણાવ્યું, સત્યની થશે જીત
રાજ્યસભાની ચૂંટણીને લઇને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર પાસે આશા વર્કર્સ અને શિક્ષણ માટે નાણાં નથી પરંતુ ચૂંટણી જીતવા નાણાંના જોરે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે.
જીગ્નેશ મેવાણીએ જણાવ્યું સત્યની થશે જીત
ગાંધીનગરઃ જીગ્નેશ મેવાણીએ રાજ્યસભા ચૂંટણીના રાજકારણ સંદર્ભે જણાવ્યું હતું કે ભાજપ પાસે ધારાસભ્યોને ખરીદવા પુષ્કળ પૈસા છે. પરંતુ આશા વર્કરો અને શિક્ષણ પાછળ ખર્ચવા માટે રૂપિયા નથી તો બીજી તરફ સરકારને આડા હાથે લેતાં જણાવ્યું કે રાજ્ય સભાની ચૂંટણી જીતવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે.