વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ વિવિધ પડતર પ્રશ્નોને લઇને લેખિતમાં રજૂઆત કરી હતી. જે અંગે મેવાણીએ જણાવ્યું કે, વડગામ વિધાનસભા વિસ્તારમાં મુક્તેશ્વર, બડાસર અને કરમાવત ડેમ ભરવા અંગે મુખ્યપ્રધાનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
જિજ્ઞેશ મેવાણીએ વિવિધ પ્રશ્નો અંગે કરી લેખિતમાં રજૂઆત
ગાંધીનગર: વડગામ વિધાનસભા ક્ષેત્રના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ મંગળવારે વિવિધ પડતર પ્રશ્નોનો અંગે લેખિતમાં રજૂઆત કરી હતી. મેવાણીએ રોડ, રસ્તા તથા પાણી જેવી બાબતોને લઇને મુખ્યપ્રધાન રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સમક્ષ રજૂઆત કરી હતી.
જિજ્ઞેશ મેવાણીએ પાણીના પ્રશ્ન અંગે લેખિતમાં રજૂઆત કરી
મેવાણીએ આગળ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા મુક્તેશ્વર ડેમ નર્મદાના પાણીથી ભરવામાં આવે તો 70 ગામને સિંચાઈ અને પીવાનું પાણી મળી રહે. દરમિયાન મેવાણીએ રાજ્ય સરકાર સમક્ષ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જ્યાં સુધી ડેમ ભરવામાં નહીં આવે ત્યાં સુધી જિજ્ઞેશ મેવાણી અથવા મેવાણીના ડેલીગેશન દ્વારા દર મંગળવારે CM અને નીતિન પટેલને રજૂઆત કરવામાં આવશે.