ગુજરાત

gujarat

ETV Bharat / city

હું સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ નથી શક્યો, આગામી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસમાંથી લડીશ: જિજ્ઞેશ મેવાણી

જિજ્ઞેશ મેવાણી સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ શક્યા નથી. તેની પાછળનું કારણ તેઓએ જણાવ્યું હતું કે, તેઓ અપક્ષમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય હોવાથી જો તેઓ કોઈ પાર્ટી સાથે જોડાય તો તેમણે ધારાસભ્ય પદ ગુમાવવુ પડે તેમ હોવાથી તેઓ હાલ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા હોવાનું અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં કોંગ્રેસમાંથી લડવાના હોવાનું જણાવ્યું હતું.

Jignesh Mevani could not join Congress
Jignesh Mevani could not join Congress

By

Published : Sep 28, 2021, 7:12 PM IST

Updated : Sep 28, 2021, 7:43 PM IST

  • જિજ્ઞેશ મેવાણી ટેક્નિકલ કારણોસર ન જોડાઈ શક્યા કોંગ્રેસમાં
  • અપક્ષમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય હોવાથી પદ ગુમાવવું પડે
  • આગામી ચૂંટણી કોંગ્રેસમાંથી લડવાની પણ કરી જાહેરાત

ન્યૂઝ ડેસ્ક: આજે મંગળવારે દેશના 2 બહુચર્ચિત નેતાઓ કોંગ્રેસમાં જોડાવાના હતા. જે પૈકી ગુજરાતના વડનગરમાં અપક્ષમાંથી ચૂંટાઈ આવેલા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ શક્યા નથી. તેમના જણાવ્યા પ્રમાણે, તેઓ અપક્ષમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય હોવાથી જો તેઓ કોંગ્રેસ સાથે સત્તાવાર રીતે જોડાય તો તેમણે ધારાસભ્ય પદ ગુમાવવુ પડે તેમ છે. જેથી આગામી વિધાનસભાની ચૂંટણી કોંગ્રસમાંથી લડવાની પણ જાહેરાત કરી હતી.

આજે કોંગ્રેસમાં જોડાયેલા કન્હૈયાની મોદી વિરોધી ઓળખ

કન્હૈયા કુમાર વિદ્યાર્થી આંદોલનમાંથી ઉભરી આવ્યો છે. CPI ની વિદ્યાર્થી સંસ્થા ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન સાથે સંકળાયેલી છે. તે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘનો પ્રમુખ રહી ચૂક્યા છે. તેણે ગત લોકસભા ચૂંટણીમાં બિહારના બેગુસરાયથી ચૂંટણી લડી હતી અને ભાજપના ઉમેદવાર ગિરિરાજ સિંહ સામે હારી ગયો હતો.

જિજ્ઞેશ મેવાણી દલિત આંદોલનનો ચહેરો

જિજ્ઞેશ મેવાણી દલિત આંદોલનનો ચહેરો રહ્યો છે. રાજકારણમાં આવતા પહેલા તેઓ પત્રકાર, વકીલ હતા અને પછી દલિત કાર્યકર્તા બન્યા અને હવે નેતા છે. મેવાણી અચાનક પ્રસિદ્ધિમાં આવ્યા જ્યારે તેમણે વેરાવળમાં ઉનાની ઘટના બાદ જાહેરાત કરી કે દલિતો હવે સમાજ માટે સફાઈ, મૃત પ્રાણીઓની ચામડી નિકાલવા જેવા ગંદા કામ નહીં કરે. ત્યારથી, મેવાણી દેશભરમાં હેડલાઇન્સમાં છે. તેઓ ઘણીવાર વડાપ્રધાન મોદીની નીતિઓની ટીકા કરતો રહ્યો છે.

Last Updated : Sep 28, 2021, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details