ગુજરાત

gujarat

jayrajsinh parmar joins BJP : કેસરીયા ધારણ કરતાં જયરાજસિંહ અને સ્વાગત કરતાં નેતાઓએ શું કહ્યું જાણો

By

Published : Feb 22, 2022, 1:43 PM IST

Updated : Feb 22, 2022, 6:24 PM IST

કોંગ્રેસના ફાયર બ્રાન્ડ પ્રવક્તા જયરાજસિંહ પરમારે આજે કમલમમાં કમળ પકડી લઇ હાથનો સાથ છોડી દીધો છે. કોની કોની ઉપસ્થિતિમાં (jayrajsinh parmar joins BJP) તેમણે કેસરીયો પહેરી લીધો વાંચો અહેવાલ.

jayrajsinh parmar joins BJP : કેસરીયા ધારણ કરતાં જયરાજસિંહ અને સ્વાગત કરતાં નેતાઓએ શું કહ્યું જાણો
jayrajsinh parmar joins BJP : કેસરીયા ધારણ કરતાં જયરાજસિંહ અને સ્વાગત કરતાં નેતાઓએ શું કહ્યું જાણો

ગાંધીનગર- જયરાજ પરમારના ભાજપમાં શ્રીગણેશ થઈ ગયાં છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં જયરાજસિંહ પરમારે કેસરીયો ખેસ ધારણ (jayrajsinh parmar joins BJP) કરી લીધો છે. જયરાજસિંહ 1000થી વધુ સમર્થકો સાથે ભાજપના કાર્યલય પહોંચ્યાં હતાં. પાટીલે કહ્યું હતું તે જયરાજસિંહ 37 વર્ષની કારકિર્દી છોડી ભાજપમાં જોડાયા છે. તેઓ કોઇપણ ભય વિના પોતાનો પક્ષ પાર્ટી સમશ્ર રજૂ કરતાં રહ્યાં છે તેવા જયરાજસિંહનું ભાજપમાં સ્વાગત કરું છું.

જયરાજસિંહ પરમારે ભાજપમાં જોડાયાં બાદ કહી મનની વાત

જયરાજસિંહે ભાજપમાં જોડાવા સમયે શું કહ્યું

જયરાજસિંહે કેસરીયાં ધારણ કરતાં સ્પષ્ટ કહ્યું હતું કે રાજકારણ એ સેવાનો વિષય છે કોઇની પદની અપેક્ષા મેં રાખી નથી. મારી જિંદગીમાં જે બાકી છે તે હું પૂરવા (jayrajsinh parmar joins BJP)હું આવ્યો છું.

જયરાજસિંહના સમર્થકોથી કમલમ ઉભરાયું

જયરાજસિંહની ભાજપમાં સ્વાગતવિધિમાં મેદાનમાં ભારે ભીડ ભેગી થવાથી મેદાન નાનું પડ્યું હતું. જયરાજસિંહ પરમારની સાથે રાકેશ પટેલ, પ્રવીણસિંહ વિહોલ, કરણભાઈ, પ્રવીણભાઈ,હીરેનભાઈ, જયરાજસિંહ વાઘેલા, બ્રિજેશ ગોહિલ, દિનેશભાઈ ચૌધરી સહિત અનેક લોકો ભાજપમાં (jayrajsinh parmar joins BJP) જોડાયાં છે. આગામી સમયમાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસને આ મોટો ફટકો ભાજપે (Gujarat Assembly Elections 2022 )મારી દીધો છે.

સી આર પાટીલ અને ઝડફીયાએ જયરાજને ભાજપમાં આવકાર્યાં હતાં

આ પણ વાંચોઃ Vikram Madam on Jayrajsinh Parmar: જયરાજસિંહ તો ચાલુ ટ્રેને ઉતરી ગયા પણ કોંગ્રેસની ટ્રેન સ્ટેશન સુધી જશે

જયરાજસિંહ લાંબા સમયની ઉપેક્ષાથી અકળાયાં હતાં

જયરાજસિંહ પરમાર છેલ્લાં ઘણાં સમયથી કોંગ્રેસના નેતાઓ અને હાઈકમાન્ડ સામે બળાપો ઠાલવી રહ્યાં હતાં ત્યારે તેઓ ભાજપમાં જોડાઇ જતાં (jayrajsinh parmar joins BJP)છેવટે આગામી વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ફટકો (Gujarat Congress Loss )પડે તેવી સંભાવનાઓ ઊભી થઇ ગઇ છે.

સિંહગર્જના કરતા જયરાજસિંહનું સ્વાગતઃ ઝડફીયા

જયરાજસિંહને આવકારતાં ગોવર્ધન ઝડફિયાએ કહ્યું કે આજે કોંગ્રેસમાં વર્ષો સુધી પરિણામમાં હાર થતી હોવા છતાં સિંહગર્જના કરતા હોય તેવા જયરાજસિંહ પરમારનું ભાજપમાં હાર્દિક સ્વાગત (jayrajsinh parmar joins BJP)છે. ભારતીય જનતા પાર્ટીએ દેશનું નેતૃત્વએ ભાજપ માટે ગૌરવ છે અને ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપ શાસન કરે છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Elections 2022 : કોંગ્રેસ અને આપના અસંતુષ્ટો શા માટે ભાજપમાં જોડાઈ રહ્યાં છે?


પ્રદીપસિંહ વાઘેલા,સી.આર.પાટીલ, ગોવર્ધન ઝડફિયા,ઋષિકેશ પટેલ સહિત નેતાની હાજર રહ્યા હતાં. જયરાજસિંહે આ તકે જણાવ્યું કે20 વર્ષથી ચૂંટણી જીતી ન શકનાર મને ચૂંટણી લડતા શીખવાડે છે. કોંગ્રેસમાં હાર થાય તો પણ ઉમેદવાર બદલતા નથી. માત્ર કોઈ કાર્યકર્તાને સ્વર્ગવાસ થાય ત્યારે જ બદલાય.

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે વિકાસ વાત લઈને નીકળ્યા છે તેમાં અમે સહભાગી થઈ રહ્યાં છીએ

જયરાજસિંહઃ છેવાડાના માણસ સુધી પહોંચે તેવી કામો કરવા છે

જયરાજસિંહે જણાવ્યું કે દરેક સમયમાં સ્થિતિ સારી હોય ખરાબ હોય ત્યારે દરેક વખતે સાથે રહ્યો છું. પણ 37 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીની સેવા કરી. જિલ્લા પંચાયતમાં સરકારની વિવિધ યોજના લોકો સુધી પહોંચાડવાની અને સમાજના છેવાડાના માણસ સુધી પહોંચે તેવી કામો કરવા છે. કોઈ પણ પ્રકારના લોભ વિના કામ કર્યું છે. રાજનીતિમાં વ્યક્તિગત દ્વેષ ન હોય. હું કોઈપણ પ્રકારની લાલચ વિના ભાજપમાં જોડાયો છું. જો મે વિધાનસભા વખતે પાર્ટી છોડી હોત તો લોકો કહેતા કે લાલચથી ભાજપમાં જોડાયા છે. ઘણા સમયથી મે સિસ્ટમને સુધારવાની વાત કરી હતી. પણ કોંગ્રેસમાં માત્ર કાર્યકર્તાનું શોષણ કરવામાં આવે છે. આજે મેં ભાજપનો ખેસ ધારણ કર્યો છે ત્યારે મારી જે ફરજ હશે એ પૂરી તાકાતથી કરીશ.

રાજનીતિએ સેવાની નોકરી છે - જયરાજસિંહ

મને અને મારા સાથીને ભારતીય જનતા પાર્ટીએ સ્વીકારતા આભાર વ્યક્ત કર્યો હતો. પહેલા રાજાનો દીકરો રાજા થતો હતો. લોહીની નદી વહેતી હોય ત્યારે સત્તા બદલાતી હતી. હવે લોહીનું એક ટીપું પણ ન વહે અને સત્તા બદલાય એ લોકશાહી છે. રાજનીતિ એ સેવાની નોકરી છે આઝાદીની લડાઇમાં પણ તમામ સમાજનો એક જ હેતુ હતો કે દેશને આઝાદી અપાવવી. મેં 37 વર્ષ સુધી મે ખૂબ જ લોહી, પરસેવો પાડ્યો હતો. હવે હું એવા નિષ્ઠાવાન કાર્યકર્તા લઈને ભાજપમાં જોડાયો છું. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે વિકાસ વાત લઈને નીકળ્યા છે તેમાં અમે સહભાગી થઈ રહ્યાં છીએ.

જયરાજસિંહ કોઈપણ અપેક્ષા વિના જોડાયાં છે - સી.આર.પાટીલ

જયરાજસિંહને આવકારતાં સી. આર.પાટીલે જણાવ્યું હતું કે, કોઈ એક પાર્ટીનો કાર્યકર્તા કોઈપણ પરિસ્થિતિમાં પોતાની પાર્ટીને બચાવવા સતત લડતો હોય અને પોતાની કારકિર્દીને જોખમ મૂકી કોંગ્રેસ માટે કામ કર્યું છે. તેમ છતાં તેમની ચિંતા કરવામાં આવી નથી. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે જયરાજસિંહ કોઈપણ અપેક્ષા ન હોવાની શરતથી ભાજપમાં જોડાય છે જોકે સી. આર.પાટીલે જણાવ્યું હતું કે જયરાજસિંહ પરમાર અને તેમની સાથે જોડાયેલ કાર્યકર્તાને સેવાના કામો આપવામાં આવશે.

Last Updated : Feb 22, 2022, 6:24 PM IST

ABOUT THE AUTHOR

...view details