- જગદીશ ઠાકોર બન્યા પ્રદેશ કોંગ્રેસનાં નવા પ્રમુખ
- ગુજરાત કોંગ્રેસ પ્રમુખની સત્તાવાર જાહેરાત
- હાઈકમાન્ડે અમિત ચાવડાની કામગીરીની કરી પ્રશંસા
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખના નામની જાહેરાતની રાહ જોતા લોકોની (Gujarat Congress New President) આતુરતાનો અંત આવ્યો છે. હવે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની (Jagdish Thakor new President of Gujarat Congress) પસંદગી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાન (Leader of Thakor Samaj of North Gujarat) અને પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર 2 વખત વિધાનસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. દહેગામ વિધાનસભા બેઠક પરથી વર્ષ 2002 અને વર્ષ 2007 સતત 2 વખત જીતેલાજગદીશ ઠાકોર (Former MP Jagdish Thakor) 2002થી 2007 અને 2007થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા હતા. તેઓ વર્ષ 2009માં પાટણ લોકસભા બેઠક લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા... આમ, જગદીશ ઠાકોર વર્ષ 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાંસદ રહી ચૂક્યા છે.
જગદીશ ઠાકોરનું ઉત્તર ગુજરાતમાં સારું વર્ચસ્વ
ઉલ્લેખનીય છે કે, પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીની અત્યંત નજીક મનાતા જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતમાં (Jagdish Thakor North Gujarat) સારું વર્ચસ્વ ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે, જગદીશ ઠાકોરે 2016માં કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે એ વખતે જાહેરાત કરી હતી કે, હવેથી પોતે માત્ર સામાન્ય કાર્યકર્તા તરીકે જ કામ કરશે. તેમની આ જાહેરાતે ખળભળાટ મચાવ્યો હતો. આ જાહેરાતના કારણે જગદીશ ઠાકોરની રાજકીય કારકિર્દી (Jagdish Thakor's political career) સમાપ્ત થઈ ગઈ હોવાનું મનાતું હતું, પરંતુ 5 વર્ષમાં જ ઠાકોરે ભવ્ય પુનરાગમન કર્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો સર્વોચ્ચ હોદ્દો મેળવીને જગદીશ ઠાકોરે હાઈ કમાન્ડને (Congress High Command) પોતાની તાકાત અને મહત્ત્વ સમજાવવામાં સફળતા મેળવી છે.
કોણ છે જગદીશ ઠાકોર?
ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર 2 વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે. દહેગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા છે. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં વર્તમાન ધારાસભ્યના પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જ્યારે 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાસંદ રહી ચૂક્યા છે.
જગદીશ ઠાકોરના વિવિધ રાજકીય હોદ્દાઓ
- વર્ષ 1973થી વિદ્યાર્થી નેતૃત્વ
- વર્ષ 1975માં અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિના સચિવ બન્યા
- વર્ષ 1980માં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના કારોબારી સભ્ય બન્યા