ગુજરાત

gujarat

ETV Bharat / city

સંસદમાં ઉછળ્યો પેગાસસ ફોન ટેપિંગનો મુદ્દો, જાણો વિજય રૂપાણીએ શું કહ્યું? - પેગાસસ ફોન ટેપિંગ

ફોન ટેપિંગ કાંડનો મુદ્દો સમગ્ર દેશમાં ચર્ચાઈ રહ્યો છે. ત્યારે લોકસભામાં પણ વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. 20 જુલાઈએ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ફોન ટેપિંગ કાંડમાં કોંગ્રેસ અને વિપક્ષ પર અનેક સવાલ અને આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં સત્તા વિહોણી કોંગ્રેસ વિશ્વમાં દેશની ગરિમા અને પ્રતિષ્ઠા ઓછી કરવાનું કામ કરી રહી છે.

CM
CM

By

Published : Jul 20, 2021, 6:21 PM IST

Updated : Jul 20, 2021, 6:39 PM IST

  • CM વિજય રૂપાણીએ કર્યા કોંગ્રેસ પર પ્રહાર
  • કોંગ્રેસ વિદેશીઓ સાથે મળીને દેશની પ્રતિષ્ઠાને હાની પહોંચાડે છે
  • સત્તા વિમુખ થયા પછી કોંગ્રેસની સત્તા માટેની પીડા

ગાંધીનગર: રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા કે, કોંગ્રેસ વર્ષોથી સત્તા વિહોણું રહ્યું છે. જેથી વિશ્વમાં ભારત દેશની ગરિમા અને પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે તેવી જ કામગીરી કરી રહ્યું છે. જ્યારે ફોન ટેપિંગ કાંડ મામલે જે તે એજન્સી દ્વારા પણ હજી સુધી કોઈ ખુલાસા કરવામાં આવ્યા નથી. ત્યારે કોંગ્રેસ દ્વારા ખોટા આક્ષેપો સરકાર પર કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો:Pegasus Espionage Case: ચોમાસા સત્રના બીજા દિવસે પણ સંસદના બંને ગૃહમાં પેગાસસ મુદ્દે હોબાળો મચ્યો

વિકાસની રાજનીતિનો વિરોધ

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, લોકશાહી અને લોકતંત્રમાં વિરોધ પક્ષની જે ભૂમિકા ભજવવાની હોય છે. કમનસીબે કોંગ્રેસ સત્તા વિમુખ થયા પછી એની સત્તા માટેની પીડા અને વેદનાને કારણે આ વિકાસની રાજનીતિનો વિરોધ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષાના ભોગે પણ આ કોંગ્રેસે પરિવારના મનની મુરાતો પુરી કરવા અને સરકારને બદનામ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. કોંગ્રેસ વિકાસની રાજનીતિનો વિરોધ કરી રહી હોવાનું નિવેદન પણ વિજય રૂપાણીએ આપ્યુ છે. ઉપરાંત, ઘણા વર્ષો સુધી આ કોંગ્રેસે સત્તા ભોગવી છે એટલે સત્તા વગર તેઓ તડફળિયા મારી રહ્યા છે. જેમ પાણી વગર માછલી તરફડે તેમ કોંગ્રેસ સત્તા વગર તરફડે છે.

આ પણ વાંચો:પેગાસસ જાસુસી કાંડ મામલે થયેલા હંગામા વચ્ચે યોગી આદિત્યનાથે વિપક્ષ પર કર્યા પ્રહાર

ખેડૂતોના નામે અરજકતા ફેલાવી રહી છે કોંગ્રેસ

CM વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ કિસાનના નામે આ દેશમાં અરાજકતા ઊભી કરે છે. સર્જીકલ સ્ટ્રાઈકમાં પણ કોંગ્રેસે નકારાત્મક ભૂમિકા ભજવી હતી. ઉપરાંત કૃષિ કાયદા વિરુદ્ધ પ્રચાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. જ્યારે કોંગ્રેસે નક્સલ ગેંગ સાથે મળીને સેનાને બદનામ કરવા નીકળેલા હતા. કોંગ્રેસે આતંકવાદી અફઝલ ગુરુને ફાંસી આપનાર જજોને પણ બદનામ કરવાના નિવેદન રૂપાણીએ કર્યા છે.

Last Updated : Jul 20, 2021, 6:39 PM IST

ABOUT THE AUTHOR

...view details