- રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં રથયાત્રા પર થશે ચર્ચા
- સરકારે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી
- જનતા કરફ્યૂની વચ્ચે રથયાત્રા નીકળે તેવી સંભાવના
ગાંધીનગર:રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી( Chief Minister Vijay Rupani )ની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક( Cabinet Meeting )નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહત્વની વાત કરવામાં આવે તો કેબિનેટ બેઠકમાં 12 જુલાઈના દિવસે અમદાવાદમાં કાઢવામાં આવનારી રથયાત્રા( 144th Jagannath Rathyatra )બાબતે ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ રથયાત્રા નિકળશે કે નહીં નીકળે તે બાબતે હજી સુધી રાજ્ય સરકારે કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરી નથી.
આ પણ વાંચો: રથયાત્રાનું આયોજન કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ: IB
રથયાત્રા નીકળશે તે બાબતે સરકાર પોઝિટિવ
વિજય રૂપાણીની અધ્યક્ષતા મળેલી કેબિનેટ બેઠકમાં રથયાત્રા બાબતે ચર્ચા કરવામાં આવી છે. જેમાં સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદની ૧૪૪મી રથયાત્રા નીકળશે, પરંતુ કઈ રીતે નીકળશે તે હજી સુધી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક બાદ 7 જુલાઈના સાંજ સુધીમાં રાજ્ય સરકાર રથયાત્રા બાબતે સ્પષ્ટતા કરશે.