ગુજરાત

gujarat

ETV Bharat / city

હવે સિંચાઈનું પાણી નહીં અપાય, સરકારનું ફોકસ પીવાના પાણીનું રીઝર્વેશન : વિજય રૂપાણી - સીએમઓ ગુજરાત

ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની ચાલુ સીઝનના વરસાદની ઘટ નોંધાઈ રહી છે. વરસાદ જેટલું જોઈએ તેટલો પડી નથી રહ્યો ત્યારે પાણી મુદ્દે અનેક સમસ્યાઓ સામે આવી રહી છે. આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સિંચાઈના પાણીને લઇ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હવે રાજ્ય સરકાર સિંચાઇનું પાણી નહીં છોડે. હવે રાજ્ય સરકારનું ફોકસ ફક્ત પીવાના પાણીને રીઝર્વ રાખવાનું છે.

હવે સિંચાઈનું પાણી નહીં અપાય, સરકારનું ફોક્સ પીવાના પાણીનું રીઝર્વેશન :  વિજય રૂપાણી
હવે સિંચાઈનું પાણી નહીં અપાય, સરકારનું ફોક્સ પીવાના પાણીનું રીઝર્વેશન : વિજય રૂપાણી

By

Published : Aug 28, 2021, 3:26 PM IST

Updated : Aug 28, 2021, 6:42 PM IST

  • રાજ્યમાં વરસાદની ઘટ, પીવાના પાણીનું કરવામાં આવશે રીઝર્વેશન
  • હવે રાજ્ય સરકાર સિંચાઈનું પાણી નહીં છોડે
  • સપ્ટેમ્બર માસમાં વરસાદ આવે તેવી સંભાવના

ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જ્યાં સુધી પાકને બચાવવાનો હતો ત્યાં સુધીનું પાણી ખેડૂતોને આપવામાં આવ્યું છે. જ્યારે હવે સિંચાઇનું પાણી છોડવામાં નહીં આવે. સાથે જ આવતા વર્ષ સુધીના પીવાના પાણીના રીઝર્વે સ્ટોક બાબતે રાજ્ય સરકાર હવે કટિબદ્ધ છે. સિંચાઇનું પાણી નહીં છોડવાના મહત્વના નિર્ણયની જાહેરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહાત્મા મંદિર ખાતેથી કરી હતી.

30 ઓગસ્ટ સુધી છોડવાનું હતું પાણી
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગત મહિને જ પાણી છોડવા બાબતનો નિર્ણય કર્યો હતો અને ખરીફ પાક બચાવવા માટે 30 ઓગસ્ટ સુધી નર્મદા કેનાલ અને અન્ય કેનાલોમાંથી પાણી છોડવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે 30 ઓગસ્ટ નજીક છે અને ખેડૂતો વધુ પાણી છોડવાની માગણી કરી રહ્યાં છે ત્યારે વરસાદની ઘટ દેખાઈ રહી છે. જેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે સિંચાઇનું પાણી નહીં છોડવાનો નિર્ણય કર્યો છે. રૂપાણીએ એવું પણ જણાવ્યું હતું કે હજી સપ્ટેમ્બર માસ બાકી છે ત્યારે રાજ્ય સરકાર આશાવાદી છે કે સપ્ટેમ્બર માસમાં રાજ્યમાં સારો વરસાદ આવે.

પીવાનું પાણી સાચવવું મોટી પ્રાથમિકતા

વરસાદની ઘટ, સિંચાઈના પાણી મુદ્દે ચર્ચા
મહત્વની વાત કરવામાં આવે તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ વર્ષે જે રીતે ચોમાસું નબળું રહ્યું છે અને વરસાદની ઘટ છે. રાજ્યના તમામ ડેમમાં ફક્ત 50 ટકા જેટલું જ પાણી આવ્યું છે. ત્યારે સિંચાઈનું પાણી કઈ રીતે ખેડૂતોને આપવું અને પીવાના પાણીને રીઝર્વ કઈ રીતે રાખવું તે અંગેના આયોજન બાબતે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ વણાકબોરી વિયરમાંથી સિંચાઈ માટે પાણી બંધ કરાયું, હાલ ડેમમાં 70 ટકા પાણી

આ પણ વાંચોઃ રાજ્યમાં વરસાદની ઘટ છતા પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાઈ, સિંચાઈ વિભાગે કર્યું માઈક્રો મેનેજમેન્ટ

Last Updated : Aug 28, 2021, 6:42 PM IST

ABOUT THE AUTHOR

...view details