ગાંધીનગરઃ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેડીસીન વિભાગના હેડ ડૉ. શશી મુદ્રાએ કોરોનાવાયરસને લઈને સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓને પડતી સમસ્યાઓને લઈને જણાવ્યું હતું કે, જ્યારથી કોરોનાવાયરસ શરૂ થયો છે. ત્યારથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ખડેપગે ફરજ બજાવી રહ્યો છે. પરંતુ દર્દીઓની અજ્ઞાનતાના કારણે સિવિલ હોસ્પિટલમાં મોતનો આંકડો વધી રહ્યો છે. આવા સમયે દર્દીઓએ હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, જ્યારે પણ તેમને સામાન્ય સ્થિતિમાં શરીરમાં ફેરફાર થવાનો અહેસાસ થાય ત્યારે તરત કોઈપણ હોસ્પિટલમાં જઈને કોરોના ટેસ્ટ કરાવી લેવો જોઇએ.
કોરોનાગ્રસ્ત દર્દીને બચાવવા ડાયપર પહેરાવતી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ, અત્યાર સુધી તબીબ સહિત 23 સંક્રમિત સિવિલ હોસ્પિટલ દ્વારા કન્ટ્રોલ રૂમ શરૂ કરાયોગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની શું સ્થિતિ છે. તે જાણવા માટે સગાંઓ માટે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે 079 232 22733 આ નંબર ઉપર કોલ કરવાથી દર્દીના સગાં તેમની માહિતી મેળવી શકશે. સિવિલ હોસ્પિટલ દ્વારા એક સૂચન પણ કરવામાં આવ્યું છે કે, જે સગાં આ કોલ સેન્ટરનો ઉપયોગ કરે તે માત્ર દિવસમાં એક જ વખત કરે કારણ કે અનેક દર્દીઓ હોવાના કારણે વારંવાર એકની એક માહિતી આપવાથી અન્ય લોકો પણ પોતાના સ્વજનો સંપર્ક કરી શકશે નહીં. કોરોનાગ્રસ્ત દર્દીને બચાવવા ડાયપર પહેરાવતી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ, અત્યાર સુધી તબીબ સહિત 23 સંક્રમિત સિવિલમાં આજદિન સુધી 23નો સ્ટાફ કોરોના સંક્રમિત થયોગાંધીનગર સિવિલમાં કોરોનાવાયરસને લઈને આજદિન સુધી ફરજ બજાવતાં 23 લોકો સંક્રમિત થયાં છે. જેમાં 11 તબીબ, 6 સ્ટાફ નર્સ, 3 લેબ ટેકનીશીયન, 1 બાયોમેડિકલ એન્જિનિયર, 1 એક્સ-રે ટેકનિશિયન અને એક ophthalmology વિભાગના કર્મચારીઓ સમાવેશ થાય છે. કોરોનાગ્રસ્ત દર્દીને બચાવવા ડાયપર પહેરાવતી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ, અત્યાર સુધી તબીબ સહિત 23 સંક્રમિત હોસ્પિટલના કોરોના વોર્ડમાં કયા માળે કેવા દર્દીઓસિવિલ હોસ્પિટલમાં આઠ માળની ઇન્ડોર બિલ્ડિંગના 501થી 804 માળને કોરોના વોર્ડ બનાવવામાં આવ્યાં છે. જેમાં દર્દીઓમાં કેટલીક ગેરસમજ પણ ઉભી થાય છે. ત્યારે સામાન્ય રીતે કેવા દર્દીઓના કાયા માટે રાખવામાં આવે છે, તેની માહિતી પણ સિવિલ દ્વારા આપવામાં આવી છે. 801થી 802 વોર્ડમાં બાયપેક અને વેન્ટિલેટરની જરૂરિયાતવાળા ખૂબ જ સીરિયસ દર્દીઓને સારવાર આપવામાં આવે છે. 803 વોર્ડમાં સિરીયસ હોય અને ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને સારવાર અપાય છે. જ્યારે 804માં રિપોર્ટ કરાવે છે પરંતુ આવ્યો નથી અને દર્દીમાં કોરોનાના લક્ષણ જોવા મળે છે, તેવા દર્દીને રાખવામાં આવે છે. જ્યારે 701થી 704માં ઓક્સીજનની જરૂરિયાત વાળા અને 501થી 604માં નોર્મલ રિપોર્ટવાળા દર્દીઓને સારવાર આપવામાં આવે છે.કોરોનાનો ચેપ જાણવા સીટી સ્કેન કરવું જરૂરી નથીકોરોનાવાયરસ શરૂ થયા બાદ કેટલાક લોકો દ્વારા તેને કમાવાનું સાધન પણ ગણવામાં આવે છે. ખાનગી હોસ્પિટલો દ્વારા લાખો રૂપિયાના બિલ વસૂલવામાં આવે છે. ત્યારે સિવિલ હોસ્પિટલના એસોસિયેટ પ્રોફેસર ડોક્ટર દિનકર ગોસ્વામીએ કહ્યું હતું કે, સીટી સ્કેન કરવું જરૂરી નથી. માત્ર આરટી પીસીઆર અને એન્ટીજન ટેસ્ટ કરાવવાથી કોરોનાનો ચેપ લાગ્યો છે કે નહીં તે જાણી શકાશે.