ગાંધીનગર: ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી મુજબ, દિલ્હીથી સ્પેશિયલ વિમાન ચીન મોકલવામાં આવશે. જે ત્યાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને બિઝનેસમેનને ભારત પરત લાવશે. 1 ફેબ્રુઆરીના રોજ આ વિમાન દિલ્હી ખાતે આવશે અને તેમા મુસાફરી કરનારા તમામ મુસાફરોને એક ખાસ સ્ક્રિનિંગ ટેસ્ટમાંથી પસાર થવાનું રહેશે. આ ઉપરાંત હેલ્થ સ્ક્રિનિંગ પણ કરાવવામાં આવશે. જેથી 37 ડિગ્રીથી વધુ તાપમાન ધરવનારા મુસાફરોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે જે વ્યક્તિનું તાપમાન 37 ડિગ્રીથી ઉપર જોવા મળશે, તેમને કોરોના વાયરસની અસર થઇ હોવાનું ગણવામાં આવે છે. જેથી ચીનથી દિલ્હી પરત આવનારા તમામ મુસાફરોનું ખાસ સ્ક્રીનિંગ કરવામાં આવશે અને જો કોઈ વ્યક્તિ આવા ગુણો ધરાવતું હશે, તો તે વ્યક્તિને દિલ્હી હોસ્પિટલમાં જ સારવાર આપવામાં આવશે. સારવાર બાદ જે તે વ્યક્તિને પોતાના ઘરે પરત મોકલવામાં આવશે, પરંતુ સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા તે વ્યક્તિની ખાસ કાળજી લેવામાં આવશે..