ગાંધીનગર: રશિયા અને યુક્રેન (Russia Ukraine War 2022) વચ્ચે અત્યારે યુદ્ધ થઈ રહ્યું છે. રશિયા દ્વારા યુક્રેનમાં હવે જાહેર સ્થળો ઉપર પણ મિસાઈલ અને બોમ્બમારો (Russia Ukraine Crisis) કરવામાં આવી રહ્યો છે. ત્યારેયુક્રેનમાં ફસાયેલા વધુ 137 વિદ્યાર્થીઓ આજે દિલ્હીથી ગુજરાત (operation ganga ukraine) પરત ફર્યા હતા, જેમાં ગાંધીનગર સર્કિટ હાઉસ (gandhinagar circuit house) ખાતે રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. Etv Bharat સાથે Ukraineથી પરત ફરેલા વિદ્યાર્થી શુભમે વાતચીત કરતા જણાવ્યું હતું કે, યુક્રેનની સેના અત્યારે ભારતીય વિદ્યાર્થીઓ પર બંદૂક (indian student shot in ukraine)થી પ્રહાર કરી રહી છે.
યુક્રેનના સૈનિકોએ ભારતીય વિદ્યાર્થીઓ સાથે ખરાબ વ્યવહાર કર્યો
યુક્રેનથી પરત ફરી રહેલા રાજકોટના વિદ્યાર્થી શુભમે Etv Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યારે યુક્રેનનો જે વેસ્ટર્ન ભાગ છે તે સંપૂર્ણ સુરક્ષિત છે. પરંતુ ત્યાં યુદ્ધ (russia invade ukraine)ના લીધે તમામ લોકોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે અને એલર્ટ મોડ ઉપર છે. પરંતુ ઇસ્ટર્ન ભાગમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે અને ત્યાં ભારતના 700 લોકો હજુ પણ ફસાયેલા છે. જ્યારે અમે બોર્ડર ક્રોસ કરી રહ્યા હતા ત્યારે યુક્રેનના સૈનિકોએ ભારતીય વિદ્યાર્થીઓ સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો અને અનેક વિદ્યાર્થીઓને બંદૂકથી માર્યા પણ છે, જેમાં મને પણ બંદૂકથી માર મારવામાં આવ્યો હતો.