- ગૃહમાં ભાગીદારી કાયદો સુધારા વિધેયક પસાર
- કોંગ્રેસના ગૃહમાં પ્રહાર બાદ સર્વાનુમતે વિધેયક પસાર
- નિયત સમયમર્યાદમાં પૂર્ણ થાય તેવા હેતુથી ભારતીય ભાગીદારી કાયદામાં રાજ્ય સરકાર દ્વારા સુધારા કરાયા
ગાંધીનગર : ગુજરાતમાં Ease of doing businessને વધુ પ્રોત્સાહન આપવાના લક્ષ્યાંક સાથે ભાગીદારી નોંધણી સંબંધિત સમગ્ર પ્રક્રિયા સરળ બને અને નિયત સમયમર્યાદમાં પૂર્ણ થાય તેવા હેતુથી ભારતીય ભાગીદારી કાયદા-1932માં રાજય સરકાર દ્વારા સુધારા કરવામાં આવ્યાં છે, તેમ વિધાનસભા ગૃહમાં આજે નાણાપ્રધાન કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું. ભારતીય ભાગીદારી (સુધારા) કાયદો 1932નો વિધયેક વિધાનસભા ગૃહમાં આજે વિના વિરોધે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.
નોંધણીને લગતી કામગીરીમાં રહેલી ત્રુટી નિવારવા સુધારો
નાણાપ્રધાન કનું દેસાઈ જણાવ્યું હતું કે, ભારતીય ભાગીદારી કાયદો, 1932 કેન્દ્રનો કાયદો છે, જે દેશમાં 1 ઓક્ટોબર 1932 અમલી છે. પેઢીની નોંધણી ફરજિયાત નથી, પરંતુ પેઢીની નોંધણીનાં કેટલાક ફાયદા હોવાથી સામાન્ય રીતે પેઢીની નોંધણી કરવામાં આવે છે. નોંધણીને લગતી કામગીરીમાં રહેલી ત્રુટી નિવારવા માટે આ સુધારા વિધેયક લાવવામાં આવ્યું છે. ભાગીદારી પેઢીની નોંધણીને લગતી કામગીરી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. હાલમાં પેઢીની નોંધણી માટેની અરજી કરવી, તેની સાથે દસ્તાવેજો રજુ કરવા, નોંધણી કરવી, પેઢીમાં વખતોવખત થતાં ફેરફારોની જાણ અને તેની મંજૂરી, ફીની ચૂકવણીને લગતી સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન છે, પરંતુ તેને કાયદાનો આધાર નથી. આ વિધેયક પસાર થવાથી તેને કાયદાનો આધાર મળશે.
PAN અને Aadhaarની વિગતો મેળવીને નોંધણીની પ્રક્રિયા વધુ સરળ બનાવાશે