ગુજરાત

gujarat

ETV Bharat / city

આજથી 12 થી 14 વર્ષના બાળકોના રસીકરણનો પ્રારંભ, CM ભુપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના વેક્સિનેશનની કરાવી શરૂઆત

કેન્દ્ર સરકારે આજથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોવિડ રસીકરણ શરૂ કરવાનો નિર્ણય (Covid vaccination for children) લીધો છે. આ તકે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો.

આજથી 12 થી 14 વર્ષના બાળકોના રસીકરણનો પ્રારંભ
આજથી 12 થી 14 વર્ષના બાળકોના રસીકરણનો પ્રારંભ

By

Published : Mar 16, 2022, 9:21 AM IST

Updated : Mar 16, 2022, 9:28 AM IST

નવી દિલ્હી:આજે16 માર્ચથી 12 થી 14 વર્ષથી વયના બાળકોને કોરોનાની રસી આપવાની શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર ખાતેથી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી હતી.ઉલ્લેખનીય છે કે, રાજ્યના 12 થી 14 વયના કુલ 22 લાખ બાળકોને રસીકરણ આપવામાં આવશે. આ સાથે જ, ગાંધીનગરના બોરીજ ખાતે વિધર્થીઓ સાથે સીએમ ભુપેન્દ્ર પટેલે સંવાદ કર્યો હતો. મુખ્યપ્રધાને બાળકો સાથે શાળામાં શિક્ષકો કેવું ભણાવે છે તે અંગે પણ વાત કરી હતી. આ ઉપરાંત, શાળાના જ એક કર્મચારીઓએ શિક્ષકોની ઘટ હોવાનો મુદ્દો સીએમ ભુપેન્દ્ર પટેલ સમક્ષ મુક્યો હતો.

પહેલા રસીનું ટ્રાયલલ કરવામાં આવ્યું હતું: સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, બુધવાર એટલે કે આજથી શરૂ થતા કોવિડ-19 રસીકરણ માટે 12,143 છોકરાઓ અને 11,327 છોકરીઓની ઓળખ કરવામાં આવી છે. તેવી જ રીતે 13 વર્ષની વયના 12,250 છોકરાઓ અને 11,423 છોકરીઓને 28 દિવસના અંતરાલમાં કોર્બેવેક્સના બે ડોઝ આપવામાં આવશે. મોટાભાગના બાળકો ઉત્તર પ્રદેશના છે.

આ પણ વાંચો :જાણો 12 થી 18 વર્ષની વયના બાળકો તઇ પ્રકારની આપવામાં આવે છે કોરોના રસી

રાજ્યોને લખ્યો પત્ર, સતર્ક રહેવા સૂચના :લવ અગ્રવાલે રાજ્યોના મુખ્ય સચિવો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકોને લખેલા તેમના પત્રમાં જણાવ્યું હતું કે કોર્બેવેક્સ રસી માત્ર 12 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે જ મંજૂર છે, તે સુનિશ્ચિત કરવું જોઈએ કે માત્ર 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને જ રસી આપવામાં આવે. મતલબ કે 15 માર્ચ, 2010 ના રોજ અથવા તે પહેલાં જન્મેલા લોકોને રસી આપવી જોઈએ. રસીકરણ કરનાર અને ચકાસણીકર્તાએ ખાતરી કરવી જોઈએ કે, રસીકરણની તારીખે 12 વર્ષથી નીચેના લાભાર્થીઓનું રસીકરણ કરવામાં આવ્યું નથી.

લોકોને બૂસ્ટર ડોઝ આપી શકાશે :કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, હવે 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકોને બૂસ્ટર ડોઝ આપી શકાશે. ભૂષણે કહ્યું, 'આ સાવચેતીના ડોઝમાં તે લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે જેમને બીજો ડોઝ લીધા પછી 9 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. અગમચેતીની રસી એ જ કંપનીમાંથી આપવામાં આવશે, જેની રસી ભૂતકાળમાં આપવામાં આવી હોય.

આ પણ વાંચો :Vitamin D કોવિડ-19 સામે લડવામાં મદદ કરી શકે? વાંચો અહેવાલ...

15 વર્ષથી ઉપરના 95.5 ટકા લોકોને આવરી લેવાયા : તેમણે કહ્યું કે દેશવ્યાપી કોરોના રસીકરણ ઝુંબેશ હેઠળ, 15 વર્ષથી ઉપરની લાયક વસ્તીના 95.5 ટકા લોકોને આવરી લેવામાં આવ્યા છે, જેમને ઓછામાં ઓછો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 80 ટકાથી વધુ લોકોને કોરોના રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે.

કોવિડ-19 રસીની 180 કરોડથી વધુ રસી અપાઈ : તેમણે કહ્યું, 'કોવિડ-19 રસીની 180 કરોડથી વધુ રસી આપવામાં આવી છે. આ મહાન કાર્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સક્રિય સહયોગથી જ શક્ય બન્યું છે. નોંધનીય છે કે 10 જાન્યુઆરીથી આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટ લાઇન વર્કર્સ અને 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને પણ સાવચેતીના ડોઝ આપવામાં આવી રહ્યા છે.

Last Updated : Mar 16, 2022, 9:28 AM IST

ABOUT THE AUTHOR

...view details