ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગર BSF હેડ ક્વાર્ટર ખાતે થઈ સ્વતંત્રતા પર્વની ઉજવણી - Head Quarters Gandhinagar

75માં સ્વતંત્રતા પર્વની ઉજવણી ગાંધીનગર બીએસએફ હેડ ક્વાર્ટર ખાતે કરવામાં આવી હતી. જેમાં બીએસએફ ગુજરાતના આઈ.જી. જી.એસ. મલિક ઉપસ્થિત રહ્યા હતા. જેમના દ્વારા ફ્લેગ હોસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જીએસ મલિકે કહ્યું કે હાલમાં પણ બોર્ડર પર એક પણ ઘૂસણખોર સીમા પાર ના કરે તે માટે પૂરતો બંદોબસ્ત બીએસએફ દ્વારા કરવામાં આવ્યો છે.

ગાંધીનગર BSF હેડ ક્વાર્ટર ખાતે થઈ સ્વતંત્રતા પર્વની ઉજવણી
ગાંધીનગર BSF હેડ ક્વાર્ટર ખાતે થઈ સ્વતંત્રતા પર્વની ઉજવણી

By

Published : Aug 15, 2021, 1:52 PM IST

  • 75માં સ્વતંત્રતા પર્વની ઉજવણી બીએસએફ હેડક્વાર્ટર ખાતે કરાઈ
  • બીએસએફના ગુજરાતના આઈ.જી. જી.એસ. મલિક ઉપસ્થિત રહ્યા
  • બીએસએફ 826 કિલોમીટરની ઇન્ડો-પાક સરહદની સુરક્ષા કરે છે
  • આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં બીએસએફ લેશે ભાગ
  • BSFના જવાનોએ એકબીજાને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી
    ગાંધીનગર BSF હેડ ક્વાર્ટર ખાતે થઈ સ્વતંત્રતા પર્વની ઉજવણી

ગાંધીનગર : સ્વતંત્રતા પર્વની રાજ્યભરમાં ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે BSF હેડ ક્વાર્ટર ગાંધીનગર ખાતે પણ આ પર્વની ઉજવણી થઈ હતી. યોજાયેલા આ કાર્યક્રમમાં BSFના તમામ ઓફિસરો અને જવાનો હાજર રહ્યા હતા. ફ્લેગ હોસ્ટિંગ થયા બાદ BSFના જવાનોએ એકબીજાને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. ગુજરાત ઇન્ડો-પાક. સરહદ બોર્ડર પર BSF 826 કિલોમીટરની સરહદની સુરક્ષા કરે છે, ત્યારે આ વખતે પણ 15 ઓગસ્ટના દિવસે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેથી BSF ગુજરાતની મોટાભાગની ટીમ ત્યાં તહેનાત કરવામાં આવી છે. જેમણે બે ઓગસ્ટના દિવસે પાકિસ્તાનથી આવનાર એક ઘુષણ ખોરને પણ પકડી પાડ્યો હતો.

આ પણ વાંચો:સુરતમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ગણપત વસાવાએ કર્યું ધ્વજવંદન, જુઓ વીડિયો

BSF રાષ્ટ્રવિરોધી તાકાતને નાકામ કરવા હંમેશા સમર્પિત : મલિક

BSF આજી. જી.એસ.મલિકે કહ્યું, આજના આ દિવસે હું એ શહીદોને નમન કરું છું કે, જેમને દેશને આઝાદી અપાવી. ત્યારબાદ 1947થી અત્યાર સુધી દેશને કાયમ બનાવવા માટે જેમને શહીદી વહોરી છે. તેમને અને તેમના પરિવારજનોને પણ હું નમન કરું છું. આઝાદીને 74 વર્ષ થયા છે, ત્યારે વિરોધીઓ આપણી પ્રગતિથી ખુશ નથી હિંસા અને આતંક ફેલાવવા તેઓ સક્રિય થાય છે પરંતુ BSF રાષ્ટ્રવિરોધી તાકાતને નાકામ કરવા હંમેશા સમર્પિત રહે છે. સીમા સુરક્ષાએ અમારી જવાબદારી છે. આજ ડ્યુટી અમારી મહત્વની છે જેમાં અમે હંમેશા સમર્પિત રહેશું.

ગાંધીનગર BSF હેડ ક્વાર્ટર ખાતે થઈ સ્વતંત્રતા પર્વની ઉજવણી

આ પણ વાંચો:સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલને શણગારવામાં આવી

25 ઓગસ્ટે BSFની મહિલા ટીમ સીમા ભવાની રિવરફ્રન્ટ પર મોટરસાયકલ પર સ્ટંટ કરશે

બીએસએફ આઈ.જી. જી.એસ મલિકે કહ્યું હતું કે, ભારત સરકાર તરફથી આઝાદીના અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે બીએસએફ પણ તેમાં પોતાનું યોગદાન આપશે. જેમાં દાંડીથી જમ્મુ સુધી સાઇકલ રેલી યોજવામાં આવશે. આ સાથે 25 ઓગસ્ટે બીએસએફની મહિલા ટીમ સીમા ભવાની દ્વારા રિવરફ્રન્ટ ખાતે બાઇક પર સ્ટંટ કરવામાં આવશે. જો કે આ ટીમે લિમ્કા બૂકમાં પણ પોતાનું નામ નોંધ આવ્યું છે." અમૃત મહોત્સવની અનોખી રીતે ઉજવણી બીએસએફ દ્વારા કરવામાં આવશે. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાવા જઇ રહેલો આ હેરત અંગેજ કાર્યક્રમ શહેરીજનોને માણવા મળશે.

ABOUT THE AUTHOR

...view details