કેન્દ્ર સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમન બિલ 1 સપ્ટેમ્બરથી દેશમાં લાગુ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા 15 સપ્ટેમ્બરના રોજ આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ. હવે લોકોની ફરિયાદ અને વિરોધને કારણે રાજ્ય સરકારે હેલ્મેટ અને PUC લોકો સુધી પહોંચી જાય ત્યાં સુધી રાહતનો શ્વાસ આપ્યો છે. એટલે કે, રાજ્ય સરકારે સમગ્ર રાજ્યના નાગરિકોને નવું હેલ્મેટ અને પીયુસી કઢાવવા માટે 15 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો આવ્યો હતો. પરંતુ હવે રાજ્ય સરકારે નિયમની મુદ્દતમાં વધારો કરીને 30 ઓક્ટોબર સુધી રાહત આપી છે.
જનતા સામે ઝુકી સરકાર, નવા ટ્રાફિક નિયમની મુદ્દતમાં ફરી વધારો - રીક્ષા ચાલકના પ્રશ્નોનું નિરાકરણ
ગાંધીનગર: રાજ્ય સરકારે તહેવારો અને લોકોની માગને ધ્યાનમાં રાખી PUC તથા હેલ્મેટના નિયમની મુદ્દતમાં વધારો કર્યો છે. તથા રીક્ષા ચાલકની માગની ગંભીર નોંધ લઇને તેમના તમામ પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે.
આ બાબતે ટ્રાસ્પોર્ટ વિભાગના અગ્ર સચિવ સુનાયના તોમરે જણાવ્યું હતું કે, નવા ટ્રાફિક નિયમ ગુજરાતમાં લાગુ કર્યા છે. જેમાં હેલ્મેટ અને PUCની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં તહેવારોના દિવસો છે. દિવાળી પણ આવી રહીં છે, ત્યારે, તહેવારને ધ્યાનમાં રાખીને 31મી ઓક્ટોબર સુધી PUC અને હેલ્મેટના સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.
3 ઓક્ટોબરના દિવસે અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરી વિસ્તારોમાં રીક્ષા ચાલકોએ નવા ટ્રાફિક નિયમને લઈને હડતાલ કરી હતી. જેની રાજ્ય સરકારે ગંભીર નોંધ લઇ તમામ પ્રશ્નોનોનું નિરાકરણ કર્યું છે. આ અંગે તોમરે જણાવ્યું કે, રીક્ષા ચાલકની હડતાળ મુદ્દે સરકારે હકારાત્મક ચર્ચા કરી હતી. તેમના મહત્વના મુદ્દાઓ જેવા કે પરમીટ દંડ, લાયસન્સ, રીક્ષા બેઝ, જેવા મુદ્દામાં સરકારે સકારાત્મક વલણ રાખીને પરમીટના ઉલ્લંઘન માટે 10 હજાર દંડની જોગવાઈ હતી. જે હવે 2 હજાર કરવામાં આવી છે.