ગાંધીનગર : કૃષિ પ્રધાન રાઘવજી પટેલે પત્રકાર પરિષદ યોજીને ખેડૂતો માટે કેટલીક મહત્વની જાહેરાતો(Important announcement for farmers) કરી હતી, જેમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને મોબાઇલની ખરીદી(Subsidies on mobile purchases) માટે અને ટ્રેકટરની ખરીદી પર જે સબસીડી(Subsidy on purchase of tractors) આપવામાં આવે છે તેની અંદર વધારો કરવામાં આવ્યો છે અને કાંટાળી તારની વાડ બનાવવા માટે પ્રતિ મીટર રૂપિયા 200 અથવા થનારા ખર્ચના 50% બંને માંથી જે ઓછું હોય તે આપવામાં આવશે.
ખેડૂતોને સહાયની ચુકવણી કરવામાં આવી
કૃષિ પ્રધાને વધુમાં જણાવ્યું હતું, રાજ્યમાં અતિભારે વરસાદ પડયો હતો જેના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હતું, જેમાં પ્રથમ તબક્કામાં જામનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટના 23 તાલુકાના ૬૮૨ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને 547 કરોડનું સહાય પેકેજ આપ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 2.21 લાખ ખેડૂતોને 442 કરોડ રૂપિયાની ચુકવણી પણ કરી દેવામાં આવી છે. તેમજ બીજા તબક્કામાં અમદાવાદ, અમરેલી, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, જુનાગઢ, પંચમહાલ અને બરોડા જિલ્લાના કુલ 37 તાલુકાના 1,530 ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને 531 કરોડ રૂપિયાનું સહાય પેકેજ આપવામાં આવ્યું છે જેમાં 96,000 ખેડૂતોને ૯૯ કરોડ રૂપિયાનું ચુકવણું પણ કરી દેવામાં આવ્યું છે.
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન અપાયું
પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે સઘન આયોજન કર્યુ છે, જેમાં આગામી સમયમાં રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે 100 કરોડનું ફંડ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ અને પ્રોત્સાહન હેતુ માટે મોબાઇલ એપ્લિકેશન અને ઇ-રિક્ષા પણ લોન્ચ કરવામાં આવી છે.