- છેલ્લા 24 કલાકમાં 710 પોઝિટિવ કેસ નોંધાયા
- રાજ્યમાં કોરોનાથી એક પણ મોત થયા
- છેલ્લા 24 કલાકમાં 451 દર્દીઓ આપવામાં આવી રજા
ગાંધીનગરઃરાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનો કહેર ફાટ્યો હતો, દિવાળી બાદ સતત 1500થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. રાજ્ય સરકારે રાત્રિ કરફ્યુ અને જાહેર કાર્યક્રમમાં પ્રતિબંધ મૂકવાની સાથે જ રાજ્યમાં હવે કોરોના કાબૂમાં આવ્યો હતો પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોરોના ગાઈડલાઇનનો ખરેચોક ઉલ્લંઘન થયું હતું. જેનું પરિણામમાં હવે કોરોના કેસમાં વધારો થયો છે. જેથી રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 710 કેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે એક પણ મોત થયું નથી.
રાજ્યમાં રિકવરી રેટમાં 97.03
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થનાર રિકવરી રેટમાં પણ વધારો થયો હતો, પણ હવે જે રીતે કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી રિકવરી રેટમાં ઘટાડો થયો છે, ફેબ્રુઆરીની 24 તારીખે રિકવરી રેટ 97.66 ટકા થયો છે. જ્યારે આજે રિકવરી રેટ 97.03 નોંધાયો છે. આજે છેલ્લા 24 કલાકમાં 451 દર્દીઓ રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યા૨ સુધીમાં કુલ 2,67,701 દર્દીઓ કોરોના સામેની જંગના જીત મેળવી છે.