ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યની ત્રણ સર્વશ્રેષ્ઠ શાળાઓના સંચાલકોને શિક્ષણપ્રધાનના હસ્તે પ્રોત્સાહક ઈનામ કરાયા એનાયત - Gujarat News

રાજ્યની શાળાઓની ગુણવત્તા સર્વોત્તમ કક્ષાએ લઈ જવા અમલમાં મુકાયેલી 'શ્રેષ્ઠ શાળા પ્રોત્સાહક ઇનામ' યોજના અંતર્ગત ઈનામ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે રાજ્યની ત્રણ સર્વશ્રેષ્ઠ શાળાઓના સંચાલકોને શિક્ષણપ્રધાનના હસ્તે પ્રોત્સાહક ઈનામ એનાયત કરાયા હતા. પ્રથમ ક્રમે આવેલી શાળાને રૂપિયા 5 લાખ, દ્વિતીય ક્રમે આવેલી શાળાને રૂપિયા 3 લાખ અને તૃતીય ક્રમે આવેલી શાળાને રૂપિયા 2 લાખ ઇનામ આપી પ્રમાણપત્ર તેમજ ટ્રોફી એનાયત કરાયા હતા.

Gandhinagar News
Gandhinagar News

By

Published : Jun 15, 2021, 9:05 PM IST

  • ત્રણે સ્કૂલોને 10 લાખના ઇનામો અપાયા
  • પ્રથમ ક્રમે પસંદગી ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલય
  • શિક્ષણપ્રધાનના હસ્તે પ્રોત્સાહક ઈનામ એનાયત કરાયા

ગાંધીનગર : રાજ્યની શાળાઓની ગુણવત્તા સર્વોત્તમ કક્ષાએ લઈ જવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શાળાઓને પ્રોત્સાહક ઇનામ આપવા અંગે વર્ષ 2013-14થી શરૂ કરવામાં આવેલી 'શ્રેષ્ઠ શાળા પ્રોત્સાહક ઇનામ' યોજના અંતર્ગત આજે મંગળવારે રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાજ્યકક્ષાએ પસંદગી પામેલી ત્રણ સર્વશ્રેષ્ઠ શાળાઓને ઇનામ આપવામાં આવ્યા હતા. જિલ્લા-રાજ્ય કક્ષાની શાળાઓ શ્રેષ્ઠ શાળા બનવા પ્રેરાય તે આશય સાથે રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શાળાને પ્રોત્સાહક ઈનામ આપવાની યોજના અમલી બનાવવામાં આવી છે.

આ પણ વાંચો : શિક્ષણપ્રધાન પોખરીયાલે IIM -જમ્મુ ખાતે ખુશી કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું

રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમે પસંદગી પામેલી શાળાને રૂપિયા 5 લાખ અપાયા

દર વર્ષે શ્રેષ્ઠ શાળા પ્રોત્સાહક ઈનામ યોજના અંતર્ગત દરેક જિલ્લાની 1થી 3 ક્રમની શ્રેષ્ઠ શાળાને રૂપિયા 1 લાખ ઈનામ પેટે આપવામાં આવે છે. જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલી શાળાની રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી થાય છે, ત્યારબાદ તમામ જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવેલી શાળાઓ પૈકી રાજ્યકક્ષાની પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકની શ્રેષ્ઠ શાળા પસંદ કરવામાં આવે છે. રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમે પસંદગી પામેલી શાળાને રૂપિયા 5 લાખ, દ્વિતીય ક્રમે પસંદગી પામેલી શાળાને રૂપિયા 3 લાખ અને તે જ રીતે તૃતીય ક્રમે આવેલી શાળાને રૂપિયા 2 લાખ ઈનામ પેટે આપવામાં આવે છે.

આ પણ વાંચો : કેન્દ્રીય શિક્ષણપ્રધાનની જાહેરાત, ધોરણ 10 અને 12ની પરીક્ષાનું સમયપત્રક 2 ફેબ્રઆરીએ જાહેર કરાશે

આ શાળાઓને આપવામાં આવ્યા ઇનામો

વર્ષ 2020-21માં જિલ્લા કક્ષાએ કુલ 62 શાળાને આ યોજનાનો લાભ મળ્યો છે. તે પૈકી રાજ્ય કક્ષાએ પસંદગી પામેલી ત્રણ શાળાઓના સંચાલકોને આજે મંગળવારે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા તેમના કાર્યાલય ખાતે પ્રોત્સાહક ઈનામ આપી સર્ટિફિકેટ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જેમાં પ્રથમ ક્રમે પસંદગી પામેલી કચ્છ જિલ્લાની ભૂજ ખાતે આવેલી માતૃછાયા કન્યા વિધાલયને રૂપિયા 5 લાખ, દ્વિતીય ક્રમે પસંદગી પામેલી જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલી જી.એમ.પટેલ કન્યા વિદ્યાલયને રૂપિયા 3 લાખ અને તૃતિય ક્રમે પસંદગી પામેલી વડોદરા જિલ્લાના વાઘોડિયામાં આવેલી વિવેકાનંદ ઉચ્ચતર ઉ.બુ.વિધાલયને રૂપિયા 2 લાખ પ્રોત્સાહક ઈનામ આપી તેના સંચાલકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details