ગુજરાત

gujarat

ETV Bharat / city

ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા કોલવડા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ - 280 PSA ઓક્સિજન પ્લાન્ટનો શુભારંભ

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર જિલ્લાના કોલવડા ખાતે આજે શનિવારે કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ ખાતે 280 PSA ઓક્સિજન પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો હતો. આ દરમિયાન કેન્દ્રિય ગૃહપ્રધાને ગુજરાત સરકારની પ્રશંસા કરતા કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે, આ બીજા તબક્કામાં પણ આપણે કોરોનાને હરાવીને ગુજરાતના નાગરિકોને સુરક્ષિત કરી બહાર લાવીશુ.

અમિત શાહ દ્વારા કોલવડા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ
અમિત શાહ દ્વારા કોલવડા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ

By

Published : Apr 24, 2021, 1:00 PM IST

  • રાજ્યમાં નવા 11 ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરવા કેન્દ્રએ આપી મંજૂરી
  • હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે 1200 બેડની સુવિધા ધરાવતી કોવિડ હોસ્પિટલ ઊભી કરાશે
  • રાજ્ય સરકારની અસરકારક કામગીરી કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે પ્રશંસા કરી

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનો કહેર વધી ગયો છે. ત્યારે, આજે શનિવારે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર જિલ્લાના કોલવડા ખાતે કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ ખાતે 280 PSA ઓક્સિજન પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો હતો. આ દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:કોરોના કાળમાં અમદાવાદીઓની સેવામાં ભાજપનું સ્થાન ક્યાં?

આકસ્મિક સમય માટે ઓક્સિજન સિલિન્ડરની પણ વ્યવસ્થા

ઓક્સિજન પ્લાન્ટનો શુભારંભ કરાવ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, કોલવડા ખાતે આજે (શનિવારે) 66 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમને આજથી ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ થશે. દર મિનિટે 280 લીટર ઓક્સિજન દર્દીઓને મળશે, એટલું જ નહીં આકસ્મિક સમય માટે ઓક્સિજન સિલિન્ડર પણ અહીં ઉપલબ્ધ કરાયા છે. જેનાથી દર્દીઓને કોઈ તકલીફ પડે નહીં.

ગુજરાતમાં નવા 11 પ્લાન્ટ સ્થાપવામાં આવશે

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવા 11 PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. જે ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે. આ સાથે, વધારાનો ઉત્પાદિત ઓક્સિજનનો જથ્થો અન્ય રાજ્યોને પણ પહોંચાડવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાત ઉદ્યોગિક રાજ્ય છે ત્યારે, ઓક્સિજનનું પણ વધુ ઉત્પાદન થઈ રહ્યું છે. જે અન્ય લોકોને મદદરૂપ થશે.

અમિત શાહ દ્વારા કોલવડા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ

કેન્દ્રિય ગૃહપ્રધાને રાજ્ય સરકારની પ્રશંસા

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે તેમના સંસદીય મતવિસ્તારમાં ગ્રામીણ નાગરિકો માટે ઉપલબ્ધ કરાયેલી સેવાઓ માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાની પ્રથમ લહેર વખતે જે રીતે કામગીરી કરી હતી એ જ રીતે આજે પણ કોરોનાની બીજી લહેરમાં મક્કમ રીતે લડાઈ લડી રહ્યા છે. ત્યારે, મને વિશ્વાસ છે કે, આ બીજા તબક્કામાં પણ આપણે કોરોનાને હરાવીને ગુજરાતના નાગરિકોને સુરક્ષિત કરી બહાર લાવીશુ.

આ પણ વાંચો:અમદાવાદમાં કોરોના પ્રકોપ: શહેરના માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ધરખમ વધારો કરાયો

હેલિપેડ ગ્રાઉન્ડમાં 1200 બેડની હોસ્પિટલ

શાહે વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ટાટા સન્સ અને DRDOના સહયોગથી 1200 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ ટુંક સમયમાં કાર્યરત બનશે. જેમાં, 600 બેડ ICUની સુવિધા ધરાવતા હશે. જેનો લાભ પણ સત્વરે નાગરિકોનો મળતો થાય તે માટેની કામગીરી પણ શરૂ કરી દેવાઇ છે. આ પ્રસંગે કોવિડની કામગીરી માટે નિયુકત કરાયેલા ગાંધીનગર જિલ્લા પ્રભારી સુનયના તોમર, ગાંધીનગર જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્ય, મ્યુનિસિપલ કમિશ્નર ડોક્ટર રતન કવર ગઢવી સહિત ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

અમિત શાહ દ્વારા કોલવડા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ

ABOUT THE AUTHOR

...view details