ગાંધીનગર : રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ(State Food and Drugs Department) દ્વારા આજે બાર જેટલી ફુડ શક્તિ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું(inauguration of Food Safety Van) હતું. ફૂડ સેફટી વાનની સુવિધાની(Food checking operations) વાત કરવામાં આવે તો દૂધ, મીઠાઈ, ફરસાણ જેવી તમામ વસ્તુઓ સ્થળ પર જ ટેસ્ટિંગ કરવામાં આવશે જેનું પરિણામ પણ ગણતરીની મિનિટમાં જ આવી જશે. હવે આરોગ્ય વિભાગને પરિણામ માટે દિવસો સુધી રાહ જોવી નહીં પડે. રાજ્યમાં ભેળસેળિયા વેપારીઓ અને વધુ નફો કમાવવાની લાલચમાં ખાદ્ય પદાર્થોમાં મિલાવટ કરે છે તેનું પરિણામ તાત્કાલિક ધોરણે મળી રહે તે હેતુથી ફુડ સેફટીવાન તૈયાર કરવામાં આવી છે.
આ પણ વાંચો - રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શ્રાવણ માસમાં ફરાળી ખાદ્ય વસ્તુઓના ચેકીંગ માટે તપાસના આદેશ