ગુજરાત

gujarat

ETV Bharat / city

નવા વર્ષે સરકારની લોકોને ભેટઃ 5 મેડિકલ કોલેજ સાથે સરકારી કર્મીઓેના ભથ્થામાં વધારો - ગાંધીનગરના તાજા સમાચાર

ગાંધીનગર: નવા વર્ષના પ્રથમ દિવસે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા ત્રણ મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં આરોગ્યને ધ્યાનમાં લઈને હયાત સરકારી હોસ્પિટલને ડેવલોપ કરીને મેડિકલ કોલેજ શરૂ કરવી, સરકારી કર્મચારીઓને 5 ટકા મોંઘવારી ભથ્થું આપવું અને કમોસમી વરસાદ બાદ ખેડૂતોન થયેલા નુકશાનની સહાય મેળવવા માટે વધુ 14 દિવસનો સમય આપવો.

ETV BHARAT
નવા વર્ષે સરકારે આપી મહત્વની 3 ભેટ, ખેડૂત, સરકારી કર્મચારી અને આરોગ્યમાં થશે ફાયદો

By

Published : Jan 1, 2020, 7:49 PM IST

Updated : Jan 1, 2020, 8:01 PM IST

રૂપાણી સરકારે નવા વર્ષના પ્રથમ દિવસે જ પ્રજા લક્ષી સહાય જાહેર કરી છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ત્રણ જાહેરાત કરી છે. જેમાં ખેડૂતો, સરકારી કર્મચારી અને આરોગ્યને આવરી લેવામાં આવ્યું છે.

નવા વર્ષે સરકારે આપી મહત્વની 3 ભેટ

ગુજરાતને મળશે 5 મેડીકલ કોલેજ

સરકારી જાહેરાત કરતા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા દેશના ૭૫ જિલ્લામાં મેડીકલ કોલેજ નથી, તે માટે દરખાસ્તો મંગાવાઇ છે. જેમાં ગુજરાતના વધુ ૫ જિલ્લાઓની પસંદગી થઇ છે. જે પૈકી રાજ્યના પંચમહાલ, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, બોટાદ અને મોરબી ખાતે નવી મેડીકલ કોલેજો સ્થાપવા માટે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

નવા વર્ષે સરકારે આપી મહત્વની 3 ભેટ

રાજ્યમાં નિર્માણ થનારી આ કોલેજોમાં કોલેજ દીઠ રૂપિયા ૩૨૫ કરોડ ખર્ચ કરવામાં આવશે. જેમાં ભારત સરકારના 60 %(ડોલર) લેખે રૂપિયા 195 કરોડ તથા રાજ્ય સરકારના 40 %(ડોલર) લેખે રૂપિયા 130 કરોડ મળી 5 કોલેજના કુલ 1625 કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાતમાં સ્થપવામાં આવશે. આ 5 કોલેજ માટે રાજ્ય સરકાર વિનામૂલ્યે જમીન ફાળવશે. જેમાં હયાત હોસ્પિટલોનું અપગ્રેડેશન કરીને ખૂટતા સાધનો તથા મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબની સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના પ્રથમ તબક્કે 300 બેડની સુવિધાવાળી હોસ્પિટલોનું નિર્માણ કરવામાં આવશે. આ 5 કોલેજમાં પ્રથમ વર્ષે 100 બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે.


રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓ તેમજ પેન્શનરો 5 ટકા મોંઘવારી ભથ્થું

રાજ્ય સરકારના 9 લાખથી વધુ અધિકારી/કર્મચારી અને પેન્શનરોને 1 જુલાઈ 2019થી 5% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-2020ના પગાર સાથે ચુકવવામાં આવશે. જેનાથી રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા 1821 કરોડનું વધારાનું ભારણ પડશે. જુલાઇ-2019થી ડીસેમ્બર-2019 સુધીના 6 માસના મોંધવારી ભથ્થાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચુકવવામાં આવશે.

કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકશાન સંદર્ભે રાહત પેકેજનો લાભ લેવાની મુદ્દતમાં વધારો

કમોસમી વરસાદના સહાય પેકેજ મુદ્દે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યુ હતું કે, વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં ખેતીને નુકસાન થયુ હતું. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ખેડૂતોને પાક નુકસાની સંદર્ભે સહાયરૂપ થવા રૂપિયા 3795 કરોડની માતબર રકમનું પેકેજ જાહેર કર્યુ હતુ. આ પેકેજનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી માટે 31 ડીસેમ્બર 2019 અંતિમ તારીખ રાખવામાં આવી હતી, પરંતુ બાકી રહી ગયેલા ખેડૂતો આ પેકેજનો લાભ લઇ શકે તે માટે મુદ્દતમાં વધારો કરીને 14 જાન્યુઆરી 2020 સુધી લંબાવવામાં આવી છે.

અરજી કરવામાં બાકી રહી ગયેલા ખેડૂતોને સમયસર ઓનલાઇન અરજી કરી પેકેજનો લાભ લેવા રાજ્ય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 30.28 લાખ ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી દીધી છે. જે પૈકી 8.28 લાખ ખેડૂતોને રૂપિયા 617.92 કરોડની સહાય તેમના ખાતામાં આર.ટી.જી.એસ. દ્વારા જમા કરી દેવામાં આવી છે.

Last Updated : Jan 1, 2020, 8:01 PM IST

ABOUT THE AUTHOR

...view details