ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત કોરોના અપડેટ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11,017 પોઝિટિવ, 15,264 દર્દી કોરોનાનો માત આપી, 102 દર્દીના થયા મૃત્યુ

રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહીનાના હવે સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 11,017 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે બુધવારે સૌથી વધુ 15,264 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે.

corona news
corona news

By

Published : May 12, 2021, 9:28 PM IST

  • રાજ્યમાં કોરોના પર કંન્ટ્રોલ
  • છેલ્લા 24 કલાકમાં 11,017 પોઝિટિવ કેસ નોંધાયા
  • 15,264 દર્દીઓ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 102 દર્દીના મોત થયા
  • અમદાવાદમાં 2795, સુરતમાં 781, રાજકોટ 286 અને વડોદરામાં 664 કેસ નોંઘાયા

ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહીનાના હવે સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 11,017 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે બુધવારે સૌથી વધુ 15,264 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે.જ્યારે છેલ્લા 24 કલાકમાં 102 જેટલા દર્દીના કોરોનાથી દુઃખદ મૃત્યુ પણ નોંધાયા છે. જ્યારે આજે બુધાવારે કોરોનાથી થતા મૃત્યુમાં પણ ઘટાડો થયો છે.

ગુજરાત કોરોના અપડેટ

આ પણ વાંચો :ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં 14,931 દર્દીએ કોરોનાને માત આપી

અમદાવાદમાં કોરોના કેસ ઓછા થયા

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5,000થી વધુ જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજે બુધવારે અનેક દિવસો બાદ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 2,795 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 6,725 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે સુરતમાં 781, રાજકોટમાં 286 અને વડોદરામાં 664 કેસ નોંધાયા છે.

ગુજરાત કોરોના અપડેટ

આ પણ વાંચો : ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં 10,990 પોઝિટિવ, 15,198 દર્દીએ કોરોનાનો માત આપી, રિકવરી રેટ 80.04 ટકા

રાજ્યમાં આજે કેટલા નાગરિકોનું થયું રસીકરણ ?

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની યાદીમાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં 1,45,67,089ને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા 1 મેથી 18 વર્ષથી ઉપરના યુવાનોને રસીકરણનો ચોથો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે આજે બુધવારે ગુજરાત રાજ્યમાં ફક્ત 10 જિલ્લાની અંદર જ વેક્સિનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં આજે 18થી 44 વર્ષના વ્યક્તિઓને રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 33,450 વ્યક્તિને રસી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. જ્યારે રિકવરી રેટ પણ ઘટીને 80.94 ટકા જેટલો નોંધાયો છે. આજે કુલ 1,87,724 લોકોને વેક્સિન આપવમાં આવી છે.

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 1,47,483 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 804 વેન્ટિલેટર પર અને 1,26,697 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 8,731 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,78,397 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

ABOUT THE AUTHOR

...view details