ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 90 કેસ નોંધાયા, 3 દર્દીના મોત

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 100થી પણ ઓછા કેસ સામે આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona)ના નવા 90 કેસ નોંધાયા છે. તેમજ 3 દર્દીના મોત થયા છે. આજે બુધવારે વધુ 304 દર્દીઓએ કોરોનાના હરાવ્યું છે.

Gujarat Corona Update
Gujarat Corona Update

By

Published : Jun 30, 2021, 8:33 PM IST

  • છેલ્લા 24 કલાકમાં 90 પોઝિટિવ કેસ નોંધાયા
  • 304 દર્દીઓએ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 03 દર્દીના મોત થયા

ગાંધીનગર: રાજ્યમાં કોરોના(Corona)ના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 100થી પણ ઓછા કેસ સામે આવ્યાં છે. છેલ્લા 24 કલાકની અંદર કોરોનાના નવા 90 કેસ નોંધાયાં છે. આજે બુધવારે વધુ 304 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 03 દર્દીનું કોરોનાથી મૃત્યુ પણ થયું છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી પ્રમાણે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 36 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે સુરતમાં 10, બરોડામાં 08 અને રાજકોટમાં 04 કેસ નોંધાયા છે.

રાજયમાં વધુ 2,84,125 વ્યક્તિનું રસીકરણ કરાયું

રાજ્યમાં કોરોના( Corona) સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં આજે બુધવારે 2,84,125 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 2,56,77,991 વ્યક્તિને રસી આપવામાં આવી છે. જ્યારે આજે બુધવારે 18 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓને તમામ જિલ્લામાં કુલ 1,52,058 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 18 વર્ષથી વધુના 4647 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Gujarat Corona Update : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 93 પોઝિટિવ કેસ નોંધાયા, 2 દર્દીઓના મોત

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 3013 એક્ટિવ કેસ છે. જેમાં 09 વેન્ટિલેટર પર અને 3004 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,059 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,10,451 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.41 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ ભારતની રસી સામે નહીં ટકી શકે આલ્ફા-ડેલ્ટા વેરિઅન્ટ

ABOUT THE AUTHOR

...view details