- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 267 પોઝિટિવ કેસ
- છેલ્લાં 24 કલાકમાં 1 નું મોત
- કુલ 4,55,914 લોકોનું રસીકરણ કરાયું
- 2 જિલ્લા 00 પોઝિટિવ કેસ
ગાંધીનગર : દિવાળી બાદ કોરોનાની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હતી પરંતુ સરકારના કરફ્યુના કડક આદેશોને ધ્યાનમાં લઇને રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 267 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 425 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યોના રિકવરી રેટ 97.32 ટકા જેટલો નોંધાયો છે.
2 જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નહિ
ગુજરાતમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 2 જિલ્લા પોરબંદર અને તાપીમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયા નથી, જ્યારે અમદાવાદ ગ્રામ્ય, અમરેલી અરવલ્લી છોટાઉદેપુર, જૂનાગઢ કોર્પોરેશન, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ફક્ત એક પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 267 પોઝિટિવ કેસ નોંધાયા, 425 દર્દી સ્વસ્થ થયા કેટલા લોકોનું થયું રસીકરણ પૂર્ણ
સજના આરોગ્ય વિભાગ દ્વારા આજે રસીકરણ બાબતે માહિતી આપવામાં આવી હતી. જેમાં 16 જાન્યુઆરીથી રસીકરણની કામગીરી રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. જેમાં આજની તારીખે કુલ 1549 કેન્દ્ર પર 37,031 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 4,90,192 લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
રાજ્યની વર્તમાન પરિસ્થિતિ
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં આજની તારીખ સુધીમાં કુલ 2,641 જેટલા પોઝિટિવ કેસ છે. જેમાં 26 જેટલા દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યા છે અને 2,615 દર્દીઓની પરિસ્થિતિ સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,55,914 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 4,393 દર્દીના સારવાર દરમિયાન મૃત્યું નિપજ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કે બરોડા કોર્પોરેશનમાં 72 જેટલા નોંધાયા છે, ત્યારબાદ અમદાવાદમાં 44, સુરતમાં 31 અને રાજકોટ કોર્પોરેશનમાં 24 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે.