- ગુજરાત વિધાનસભામાં ટ્રેક્ટર સહાય માટેની અરજીના આંકડા સામે આવ્યાં
- 40 ટકા અરજીઓ સરકારે નામંજુર કરી
- રાજ્યમાં કુલ 51,122 અરજીઓ નામંજૂર
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ખેતર ખેડવા માટે ટ્રેક્ટર માટે આર્થિક સહાય આપવાની યોજના અમલમાં છે, ત્યારે છેલ્લા બે વર્ષની જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકારને મળેલી કુલ અરજીઓમાંથી 40 ટકા અરજીઓ રાજ્ય સરકારે નામંજુર કરી છે. જ્યારે 27 હજારથી વધુ અરજીઓ હજુ પણ પડતર હોવાનું સામે આવ્યું છે.
40 ટકા અરજીઓ મંજૂર કરવામાં આવી
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ટ્રેક્ટર ખરીદીમાં સહાય મેળવવા મળેલી અરજીઓ બાબતે અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતા. જેમાં સંકલિત માહિતી ભેગી કરતા રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ખેડૂતોએ ટ્રેક્ટર સહાય મેળવવા માટે 1,35,488 અરજીઓ મળી છે. તે પૈકી માત્ર 40 ટકા અરજીઓ જ મંજૂર કરવામાં આવી છે અને 40 ટકા અરજીઓ વિવિધ કારણોસર નામંજૂર કરવામાં આવી છે. જ્યારે ફક્ત 27,624 જેટલી અરજીઓ પડતર હોવાનું સામે આવ્યું છે.
દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ પડતર અરજી