ગુજરાત

gujarat

ETV Bharat / city

ડ્રગ્સ કેસ અપડેટ : FSLએ બોલીવૂડ સિતારાઓનો ડેટા રિકવર કર્યો, 2 હાર્ડ ડિસ્ક NCBને સોંપી

લોકડાઉન દરમિયાન હિન્દી ફિલ્મ જગતના પ્રખ્યાત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચારે દેશભરમાં હાહાકાર મચાવી દીધો હતો. આ કેસની તપાસ શરૂ થઇ ત્યારથી અત્યાર સુધી તેમાં અનેક વળાંકો આવ્યા છે. ગુનેગારનું પગેરૂ શોધતા શોધતા મુંબઇ પોલીસથી CBI સુધી અને ત્યારબાદ NCB દ્વારા કેસ હાથમાં લેવાતા બોલીવૂડ ડ્રગ્સ કનેક્શન અને તેમાં ઘણા મોટા માથાઓની સંડોવણી બહાર આવી છે. હવે આ મામલે NCBએ ગુજરાત FSLની મદદ માંગી હતી, જેમાં ફિલ્મજગતના જાણીતા ચહેરાઓના મોબાઈલ જપ્ત કરીને તપાસ અર્થે 2 વર્ષનો ડેટા રિકવર કરવામાં આવ્યો છે.

FSLએ બોલીવૂડ સિતારાઓનો ડેટા રિકવર કર્યો, 2 હાર્ડ ડિસ્ક NCBને સોંપી
FSLએ બોલીવૂડ સિતારાઓનો ડેટા રિકવર કર્યો, 2 હાર્ડ ડિસ્ક NCBને સોંપી

By

Published : Dec 18, 2020, 5:16 PM IST

  • સુશાંતસિંહ રાજપૂત આપઘાત કેસનો મામલો ગુજરાત પહોંચ્યો
  • ગાંધીનગર FSL દ્વારા બોલિવૂડ સ્ટાર્સના ડેટાની રિકવરી
  • 30 જેટલા મોબાઈલ અને ગેજેટ્સ તથા વોટ્સેપ ચેટનું બેકઅપ લેવાયું
    FSLએ બોલીવૂડ સિતારાઓનો ડેટા રિકવર કર્યો, 2 હાર્ડ ડિસ્ક NCBને સોંપી

ગાંધીનગર: અભિનેતા સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ માટે રિયા ચક્રવર્તી તેમજ તેના ભાઈ શોવિક સહિત અભિનેત્રીઓ સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, દીપિકા પદુકોણ તેમજ અભિનેતા અર્જુન રામપાલ અને તેમના સાથીદારોના ફોન NCB એ જપ્ત કર્યા હતા. ગુજરાત FSL દ્વારા તમામના પાછલા બે વર્ષના ડિજિટલ ડેટા રિકવર કરી બે હાર્ડ ડિસ્ક તૈયાર કરવામાં આવી છે. કુલ 1500 જેટલી HD મુવી સમાઇ શકે તેટલો ડિજિટલ ડેટા રિકવર કરી ગુજરાતે FSLએ NCBને સુપરત કર્યો છે.

વિશેષ ટૂલ દ્વારા થઇ ડેટા રિકવરી

ગુજરાત FSLએ ગણતરીના દિવસોમાં જ 80 જેટલા ગેઝેટ્સનો છેલ્લા બે વર્ષના રેકોર્ડનો બેકઅપ લીધો છે. ફિલ્મી સિતારાઓએ છેલ્લા બે વર્ષમાં ડ્રગ્સ અંગે કરેલી તમામ વાતચીતનો ડેટા પણ FSLએ રિકવર કર્યો છે ત્યારે હજુ પણ અનેક બોલીવૂડ હસ્તીઓના નામ ડ્રગ્સ કેસમાં સામે આવે તો નવાઈ નહિ.

NCBએ 85 ગેજેટ્સ અને 25 ડ્રગ્સ સેમ્પલ ગુજરાત મોકલ્યા હતા

સુશાંત સાથે અંગત સંબંધ ધરાવતી રિયા ચક્રવર્તી તેમજ તેના ભાઈએ સુશાંતને ડ્રગ્સના રવાડે ચડાવ્યો હોવાની પણ વાત સામે આવ્યા બાદ એક પછી એક ફિલ્મ જગતના જાણીતા સેલિબ્રિટીઝના નામ સામે આવ્યા હતા. આ અંગે તપાસ માટે NCBએ ગુજરાત FSLમાં 85 જેટલા ગેજેટ્સ અને 25 જેટલા ડ્રગ્સ સેમ્પલ તપાસ માટે મોકલ્યા હતા. આ ગેજેટ્સમાં શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ જેવા સેલેબ્રિટિઝના ફોન પણ સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details