ગુજરાત

gujarat

ETV Bharat / city

બાળકીઓ પર થતા અત્યાચારને ડામવા શહેર પોલીસ એક્શનમાં, શરૂ કર્યું જનજાગૃતિ અભિયાન - સાઈકો કિલરથી બચવા અંગે માર્ગદર્શન

દિવાળીના તહેવાર દરમિયાન ગાંધીનગર વિસ્તારમાં ત્રણ બાળકીઓ સાથે દુષ્કર્મ (Rape with three girls) થયું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ગાંધીનગર શહેર પોલીસ એક્શનમાં (Gandhinagar Police Action Plan) આવી છે. બાળકીઓ પર થતા અત્યાચારને રોકવા શહેર પોલીસે હવે જનજાગૃતિ અભિયાન (Awareness Campaign) શરૂ કર્યું છે, જે અંતર્ગત પોલીસે સ્લમ વિસ્તારમાં (Slum Area) રહેતા લોકોને બાળકીઓ પર થતા અત્યાચાર રોકવા તેમના માતાપિતાઓને (Parents of Girls) બોલાવી તેમને જાગૃત કર્યા હતા.

બાળકીઓ પર થતા અત્યાચારને ડામવા શહેર પોલીસ એક્શનમાં, શરૂ કર્યું જનજાગૃતિ અભિયાન
બાળકીઓ પર થતા અત્યાચારને ડામવા શહેર પોલીસ એક્શનમાં, શરૂ કર્યું જનજાગૃતિ અભિયાન

By

Published : Nov 11, 2021, 3:49 PM IST

  • ગાંધીનગરમાં દિવાળી સમયે ત્રણ બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટના બની હતી
  • બાળકીઓ પર થતા અત્યાચાર રોકવા ગાંધીનગર પોલીસનો એક્શન પ્લાન (Gandhinagar Police Action Plan)
  • સ્લમ વિસ્તારમાં (Slum Area) પોલીસે આજથી જનજાગૃતિ અભિયાન (Awareness Campaign) હાથ ધર્યું

ગાંધીનગરઃ શહેરમાં ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ તમામ લોકોને અચંબામાં મૂકી દીધા હતા. ત્યારે આ પ્રકારની ઘટના વારંવાર ન બને તેને રોકવા શહેર પોલીસે સ્લમ વિસ્તારમાં (Slum Area) ફરી લોકોને સમજાવવાની કામગીરી આજથી શરૂ કરી છે. મહાત્મા મંદિર (Mahatma Mandir) સામે આવેલા છાપરા વિસ્તારમાં (Chhapara Area) પોલીસે ત્યાં રહેતા નાના બાળકો અને તેમના માતાપિતાને બોલાવ્યા હતા. વિશેષ કરીને બાળકીઓ પર થયેલા અત્યાચાર રોકવા માતાપિતાએ કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ, બાળકોએ કઈ રીતે એલર્ટ રહેવું તે તમામ બાબતો વિશે જાગૃત કર્યા હતા.

સ્લમ વિસ્તારમાં (Slum Area) પોલીસે આજથી જનજાગૃતિ અભિયાન (Awareness Campaign) હાથ ધર્યું

આ પણ વાંચો-નડીયાદમાં રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ પર શિક્ષણ, કાનુની સલાહ અંગે જન જાગૃતિ રેલી યોજાઈ

ગાંધીનગર પોલીસે બાળકોને સલામતીને લઈને શરૂ કર્યું અભિયાન

ગાંધીનગરમાં વિજય ઠાકોર નામના આરોપીએ ત્રણ બાળકીઓ સાથે દુષ્કર્મ કરી ત્રણ વર્ષની એક બાળકીની હત્યા પણ કરી હતી. ત્યારે આ પ્રકારના સાઈકો કિલરથી (Psycho Killer) કેવી રીતે બચીને રહેવું તેને લઈને ગાંધીનગર પોલીસે બાળકોની સલામતી (Safety of Childrens) માટે આજથી અભિયાન (Campaign) હાથ ધર્યું છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં આવેલા વિસ્તારમાં પોલીસ જનજાગૃતિ અભિયાન (Awareness Campaign) ચલાવશે. તેમાં પણ ખાસ કરીને નાની બાળકીના માતાપિતાને પોલીસ આ અંગે માર્ગદર્શન આપશે.

આ પણ વાંચો-લોકડાઉનમાં સાયબર ક્રાઈમ વધ્યો, આણંદ પોલીસ જાગૃતિ અભિયાન ચલાવશે

મહિલા પોલીસે બાળકીઓને આપ્યું માર્ગદર્શન

સ્લમ વિસ્તારમાં (Slum Area) પહોંચી માતાપિતા અને બાળકોને પોલીસે સમજાવતા જણાવ્યું હતું કે, તમને કોઈપણ પ્રકારની ચોકલેટની, મોબાઈલની કે અન્ય કોઈ ચીજવસ્તુ આપવાની લાલચ આપે તો આ લાલચમાં ન આવવું જોઈએ. માતાપિતાએ પણ પોતાના નાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ અને તેમનું ધ્યાન રાખવું જોઈએ. તમને કોઈ પણ પ્રકારની શંકા લાગે તો તરત જ 100 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરવી જોઈએ. તમારી આજુબાજુ રહેતા લોકોથી પણ તકેદારી રાખવી જોઈએ. ખાસ કરીને મહિલા પોલીસની ટીમ દ્વારા માર્ગદર્શન બાળકીઓ તેમજ માતા-પિતાને આપવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details