- આંદોલનમાં પોલીસ મેદાનમાં આવતા અનેક સવાલો ઉભા થયા
- સિવિલમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા
- ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બેનરો સાથે ઉભા છે
ગાંધીનગરઃ GMERSના ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફનું આંદોલન છેલ્લા બે દિવસથી ચાલી રહ્યું છે. જેમને સોમવારથી જ આંદોલનની ચિમકી આપી હતી. જ્યારે બુધવારથી જ તેઓએ કોરોના પેશન્ટને લગતી સારવાર બંધ કરી હતી. આજે સવારથી જ તેઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બેનરો સાથે ઉભા છે, ત્યારે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફના આંદોલનમાં સિવિલમાં પોલીસ ખડકી દેવાઈ છે. જેથી અનેક તર્ક વિતર્કો ઉભા થયા છે.
આ પણ વાંચોઃજામનગર: ભારત બંધના એલાનને પગલે સુરક્ષા જાળવવા ઘોડે સવાર પોલીસ તૈનાત કરાઈ
એસોસિએશનના ડોકટરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી
GMERS ફેકલ્ટી એસોસિએશનના પ્રમુખ ડો. હીરેન પ્રજાપતિએ કહ્યું કે, અમે અહીં શાંતિથી આંદોલન કરી રહ્યા હતા, તેવામાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. જેમાં અમારા એસોસિએશનના ડો. ગૌરીશંકર શ્રીમાળીને અરેસ્ટ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા જેલમાં પુરવાની અને મારીને ભગાડવાની ધમકી આપવામાં આવી રહી છે. તેવામાં આમારી જાનનું જોખમ છે, તેવું તેમને વિડિયો જારી કરી જણાવ્યું હતું.